Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

વાંકાનેરમાં હિંમતભેર જનતા રેડ મહિલા આગેવાને દેશી દારૂ ઝડપ્યો

વાંકાનેર, તા. ૧૮ :. સામાજિક મહિલા અગ્રણી જીજ્ઞાબેન મેર દ્વારા તંત્ર દ્વારા પગલા ભરવામાં ન આવતા જીજ્ઞાશાબેન મેર દ્વારા વાંકાનેર શહેરમાં આવેલ કુંભારપરા ખાતે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી મોરબી પોલીસ વડાને જાણ કરવામાં આવેલ. વાંકાનેર સીટી પોલીસ માટે શરમજનક ઘટના બની છે. તંત્રની ફરજ નથી કે આવા ખુલ્લેઆમ ચાલતા અડ્ડા બંધ કરાવે ?

આ બાબતે જીજ્ઞાશાબેન મેરે જણાવેલ કે દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગર એવું કહે છે કે દારૂનું વેચાણ કરવા માટે દર મહિને ૨૫ હજારનો હપ્તો આપવામાં આવે છે. જિલ્લા પોલીસ વડા ખરાઈ કરે તો ધમધમતા દેશી દારૂના વેચાણમાં કોની મહેરબાની છે તે ખુલ્લુ પડી જશે.

(12:11 pm IST)