Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

માણાવદર પાલિકાના પ કોંગી સભ્યોને ગેરલાયક ઠરાવવા નોટીસથી ચકચાર

શહેરી વિભાગે બધાને ર૬ મીએ હાજર રહેવા તાકીદ કરીઃ રાજકારણ ગરમાયુ

 માણાવદર તા. ૧૮ :.. માણાવદર પાલિકામાં તાજેતરમાં પાલિકા પ્રમુખ જગમાલભાઇ હુંબલે જનરલ બોર્ડ બોલાવેલ તેમાં મુળ કોંગ્રેસ પક્ષ માંથી પ્રમુખ ચૂંટાયેલ હોય બાદમાં ભાજપમાં કેબીનેટ મીનીસ્ટર જોડાય તેની સાથે ભાજપમાં જોડાયાની જાહેરાત કરી હતી જેમાં મુળ કોંગ્રેસના ૧પ, અપક્ષ-૧, ભાજપ-૧ર એમ ર૮ સભ્યો હતા જેમાં કોંગ્રેસમાંથી જગમાલભાઇ હુંબલ સહિત પાંચ સભ્યો મતભેદ થતા અલગ થયા પછી તા. ૧૦-ર-ર૦ર૦ ની જનરલ બોર્ડમાં કોંગ્રેસ પક્ષે વ્હીપ આપી જેથી ખૂદ પ્રમુખે બોલાવેલ મીટીંગમાં તેઓ હાજર ના રહયા એનકેન પ્રકારે પ સભ્યો કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યાની કોંગ્રેસના આગેવાનોએ ફરીયાદ કરી હતી.

પાલિકાના સદસ્ય (કોંગ્રેસ)ના નિસારભાઇ ઠેબાએ કોંગ્રેસના પ સભ્યોે વ્હીપનો અનાદર કરનારા સામે શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગને એડવોકેટ મારફત નગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા તેઓ વિરૂધ્ધ કાયદેસર પગલા ભરવા કરેલ અરજી સંદર્ભે શહેરી વિભાગે હાલના ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલ, જયેશભાઇ વાછાણી, કૈલાસબેન ચૌહાણ, દિવાળીબેન દેકિવાડીયા, શૈલષ સાંગાણી, સહિતાને તા. ર૬-૩-ર૦ ગુરૂવારે હાજર રહેવા અથવા કોઇ રજૂઆત કરવા હાજર રહેવા નોટીસ ફટકારતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

(12:10 pm IST)