Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ગેરકાયદે ખનન અને લાઇમ સ્ટોન-રેતીની બેફામ ચોરી ઉપર લગામ લાદવા ઉનાની ઓફિસ ધમધમતી કરો

 ઉના,તા.૧૮: ગેરકાયદે ખાણ-ખનીજના ખનન અને ચોરી અંગે માહિતી આપવા છતા  આંખ આડા કાન થતા હોવાની રજુઆત છતાં પગલા વેવળા ન હોવાની વ્યાપક બૂમ ઉઠી છે. પર્યાવરણના નુકશાનને અટકાવવા અને ઉંડા જઇ રહેલા પાણીના તળની સ્થિતિ નિપટાવવા સરકારી તંત્ર જાગે તે જરૂરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં બિલ્ડીંગ લાઈન સ્ટોનની તેમજ કાળી રેતીની ચોરી થાય છે.આ અંગે સૌ કોઈ સારી રીતે જાણે છે. જિલ્લામાં તાલુકા પ્રમાણે એક ઓફિસરની પણ કાયમી નિમણૂક છે નહીં તેમજ અહીં ઉના તાલુકામાં એક માત્ર ઓફિસ હતી જે હાલ ખંડેર બની ગયેલ છે.તેની ભારે ચર્ચા છે.

ઉના તાલુકાના ગામડા માંથી મચ્છુન્દ્રી નદી તેમજ રાવણ નદીનો ખૂબ મોટો પટ છે તેમજ સીમર અને સૈયદ રાજપરાનો દરિયા કિનારો કે જયાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં રેતીની ચોરી થાય છે અને આ રીતે કેન્દ્રશાસિત દેશ દીવમાં ઠલવાય છે તેમજ ઉના પણ બાંધકામ આ રેતીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની પણ બૂમ છે. લાઇમ સ્ટોન -રેતીની ચોરી પાછળ મીલી ભગતની તપાસ થવી જોઇએ.

ઉનામાં આવેલ ખાણ ખનીજ કચેરીની ઓફિસને વર્ષોથી તાળા લાગ્યા છે. ઓફિસ ખંડેર બની ગયેલ છે. આ ઓફિસ ફરીથી કાર્યરત થાય તેમજ ઉના અને ગીર ગઢડા તાલુકામાં અધિકારીઓની કાયમી નિમણૂક કરવામાં આવે તો આ પ્રકારની થતી ચોરી ઉપર કાબુ મેળવી શકાય.

(12:10 pm IST)