Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

કોરોના ઇફેકટ વચ્ચે કંડલા પોર્ટ ચાલુઃ વાડીનારમાં મુરીંગનો, કંડલામાં વે બ્રિજનો ખાનગી કોન્ટ્રાકટ પડતો મુકાયો

પોર્ટ બેઠકમાં લેબર ટ્રસ્ટીઓ આકરા પાણીએ, ત્રણ જેટી પર પીપીપી દ્વારા ઓઇલ જેટી, તુણામાં કન્ટેનર ટર્મિનલ

ભુજ,તા.૧૮:  કોરોના ઇફેકટ વચ્ચે કંડલા પોર્ટ દ્વારા પોર્ટની કામગીરી બંધ રહેવા અંગે વ્હોટેસ એપ્પ પર મેસેજ વાયરલ થયા હતા. આ અંગે દિવસભર ચાલેલી પૂછપરછ અને ચર્ચા એ પોર્ટ કર્મચારીઓ, કામદારો, વપરાશકારો માં તર્ક વિતર્કો સજર્યા હતા. જોકે, હાલના તબક્કે કંડલા પોર્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, પોર્ટની કામગીરી ચાલુ છે.

કોરોના સામે સાવચેતીના પગલાં ભરાઈ રહ્યા છે. વિદેશથી આવતા શિપના ક્રુ મેમ્બરોનું સ્ક્રીનીગ થઈ રહ્યું છે. પોર્ટ દ્વારા તબીબોની ટીમ, આઇસોલેશન વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે.ઙ્ગ દિન દયાળ ટ્રસ્ટ કંડલાની બોર્ડ બેઠક ગરમાગરમી વચ્ચે પુરી થઈ હતી. ગઈકાલે યોજાયેલ આ બેઠકમાં અનેક મહત્વના ઠરાવો થયા હતા, તોઙ્ગ વિવાદ સર્જતા મુદ્દે પોર્ટ પ્રશાસને પાછી પાની કરી હતી.

 મુખ્યત્વે લેબર ટ્રસ્ટીઓ દ્વારા ખાનગીકરણ કરવાના મુદ્દે બોલવાયેલ તડાપીટ બાદ વાડીનાર બંદરે કરોડોના ખર્ચે મુરીંગ લોંચ ભાડે લેવાનો વિચાર મોકૂફ રાખવામાં આવ્યો હતો. કંડલા પોર્ટ પાસે ફંડ અને કામદારો હોવા છતાંયે જાતે મુરીંગ લોંચ ખરીદવાને બદલે ખાનગી એજન્સીને કામ આપવાના નિર્ણય સામે એચએમએસ કામદાર સંગઠને હડતાલની ચીમકી આપી હતી.

એ સિવાય કંડલા પોર્ટ ઉપર વે બ્રિજનુંઙ્ગ ખાનગીકરણ કરવા સામે પણ કામદાર સંગઠન નારાજ હતું અને વિરોધ કર્યો હતો. અંતે આ બન્ને નિર્ણયો કામદાર સંગઠનના આકરા મિજાજને પગલે પોર્ટ પ્રશાસને પારોઠના પગલાં ભરીને મુલત્વી રાખ્યા હતા.

આ સિવાય પ્રોવિડન્ટ ફંડ માં પોર્ટના હિસ્સાને ઉમેરવા, વાયુ વાવાઝોડા દરમ્યાન ત્રણ દિવસ પોર્ટ કામગીરી ઠપ્પ હોઈ તે દરમ્યાન વસુલાયેલ ચાર્જીસ માફ કરવાના નિર્ણય લેવાયા હતા.

સાથે સાથે કંડલા પોર્ટની ૯, ૧૦ અને ૧૧ નંબરની જેટીને પીપીપી દ્વારા ઓઇલ જેટી તરીકે કાર્યરત કરવા, નજીક આવેલા સેટેલાઇટ પોર્ટ એવા તુણા ટેકરામાં કન્ટેનર ટર્મિનલ સ્ટેશન બનાવવા, ખાતરના પ્લાન્ટ અંગે પુનઃ વિચારણા, નવા ગોડાઉન બનાવવા, વાહનો સીધા ગોડાઉન સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાના અને ગેઇલ ઇન્ડિયાને કોલોની બનાવવા માટે જમીન આપવાના નિર્ણયોને બહાલી અપાઈ હતી. જોકે, ટ્રસ્ટી બેઠકમાં માત્ર પાંચ જ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

(12:07 pm IST)