Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

કોરોના ઇફેકટઃ ફિલિપાઈન્સમાં ૨૫૦ ગુજરાતી વિધાર્થીઓ સાથે ૨૦ કચ્છી વિદ્યાર્થીઓ ફસાયા

સોશ્યલ મીડીયા દ્વારા ભારત આવવા માટે સરકારની માંગી મદદ, મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પ્રયાસોની ખાતરી

ભુજ,તા.૧૮: કોરોનાની મહામારી વચ્ચે ફિલિપાઈન્સમાં મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ફસાયા છે. સોશ્યલ મીડીયા દ્વારા ભુજના પરમીત એન. જોશીએ માંગેલી મદદમાં જણાવ્યા પ્રમાણે તેઓ મનીલામાં ફસાયા છે. કોરોના ને લીધે ફિલિપાઈન્સમાં ૧૮૩ કેસ નોંધાઇ ચૂકયા છે. મોલ બજારો બંધ છે. તેમની હોસ્ટેલ બંધ છે. આ પરિસ્થિતિમાં ગુજરાતના ૨૫૦ અને કચ્છના ૨૦ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. ભારત તરફ આવતી વિમાની સેવાઓ બંધ છે.

એટલે તેમને પરત સ્વદેશ ફરવા તેમણે ભારત સરકારની મદદ માંગી છે. દરમ્યાન કચ્છના વિદ્યાર્થીઓની મદદ માટેની ગુહાર મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા સુધી પહોંચાડ્યા બાદ તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાત્રી આપી છે.

(12:07 pm IST)