Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

દ્વારકાની હોટલોમાં વિદેશી પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરીઃ અધિકારીઓને જાણ કરવીઃ કલેકટર મીના

દેવભૂમિ દ્વારકા તા.૧૮: કોરોના વાયરસ અન્વયે તકેદારી અને સાવચેતિના આગોતરા આયોજન અંગેની પેસ કોન્ફરન્સ કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ સાવચેતીના ઉપાયો સહિત

કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે જિલ્લામાં વર્કશોપ, કોન્ફરન્સ, સેમિનાર, તા.૩૧-૦૩-૨૦૨૦ સુધી મોકુફ રહેશે. તેમજ તકેદારીના ભાગરૂપે સામુહિક/ સામાજિક મેળાવડાઓના મોટા પ્રસંગો ટાળવા/ મોકુફ વિગતો આપી હતી.

શાળાઓ, કોલેજો, યુનિવર્સીટીઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તા.૨૯માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવ્યું હતું. જિલ્લામાં આવેલ સિનેમાદ્યરો, સ્વીમીંગપુલ, કોમ્યુનિટી હોલ વિગેરે તા.૨૯ સુધી બંધ રાખવાના રહેશે.

દ્વારકાધિશ મંદિર દ્વારકા ખાતે ધ્વજા ચડાવનારે તેમના ૨૫ થી વધુ લોકો મંદિરમાં પ્રવેશ ન કરે તે મુજબનું આયોજન તથા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ મંદિરના પટાંગણમાં આવેલ રેલીંગમાં એક મીટર જેટલું અંતર રાખી ઉભા રહે તે અંગેની તકેદારી લગત વિભાગે રાખવાની રહેશે. ઓખાથી બેટ વચ્ચે ચાલતી ફેર બોટોમાં ક્ષમતા કરતા ૫૦ ટકા દર્શનાર્થીઓને બેસાડવાના રહેશે. દ્વારકા શહેરની હોટેલ, ગેસ્ટ હાઉસમાં વિદેશથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપતા પહેલા સ્ક્રીનીંગ કરવું તેમજ આવા પ્રવાસીઓની જાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કરવાની રહેશે. આ અંગેની સુચનાઓ દ્વારકા ખાતે આવેલ તમામ હોટેલ / ગેસ્ટ હાઉસના સંચાલકોને પ્રાંત અધિકારીશ્રી દ્વારકાને આપવા જણાવ્યું હતું. સરકારશ્રીના હેલ્પલાઇન નંબર ૧૦૪ તથા ટવીટર હેન્ડલ @GujHFWDept પર સંપર્ક કરવો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૮૩૩-૨૩૨૧૨૫, ૨૩૨૧૮૩,૨૩૨૦૮૪ પર તેમજ ટોલ ફ્રી નં.૧૦૭૭ પરથી જરૂરી મદદ મેળવી શકાશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલે કોરોના વાયરસ ડીસીઝ-૧૯ એ કોરોના વાયરસથી થતો રોગ છે. તે પ્રાણીઓથી માણસને અને માણસથી માણસને ફેલાતો રોગ છે. તેના લક્ષણોમાં તાવ આવવો, છીંક આવવી, શરીર દુખવું, માથું દુખવું, ખાસી અને ગળામાં ખારાશ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો જણાય તો તબીબી સારવાર લેવા જણાવ્યું હતું.

વિકાસ અધિકારીશ્રી જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી જાની ઉપસ્થિત રહેલ.

(12:06 pm IST)