Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

વીરપુર બસ સ્ટેન્ડની જોરદાર સફાઇ

વીરપુર(જલારામધામ): કોરોના વાઇરસને લઇને ગોંડલ ડેપોની નીચે આવતા યાત્રાધામ વીરપુર બસસ્ટેન્ડને ડેટોલ અને ફિનાઇલના તેમજ સેનેટાઇઝરથી સાફ કરવામાં આવ્યું છે. હજારો યાત્રાળુઓ પૂજય જલારામ બાપાના દર્શન કરવા આવતા હોય છે ત્યારે કોરોના વાયરસને પગલે બસ સ્ટેન્ડના ટોઇલેટમાં પણ હેન્ડવોશ અને ડેટોલ સાબુ મુકવામાં આવ્યા છે. મુસાફરોને બેસવા માટેના બાકડા તથા આખે આખુ બસસ્ટેન્ડ ફિનાઇલ પોતાથી સાફ કરવામાં આવ્યું છે. વીરપુર બસસ્ટેન્ડના ટ્રાફીક કન્ટ્રોલરઙ્ગ હિમાંશુ મહેતાએ જણાવ્યું હતું કે,બસસ્ટેન્ડમાં ફિનાઇલ થકી સાફ સફાઇની ઝુંબેશ હાથ ધરી છે. જે નવી સૂચના ન મળે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.(તસ્વીરઃ કિશન મોરબીયા.વીરપુર)

(12:05 pm IST)