Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

હળવદ યાર્ડમાં ધાણાની બમ્પર આવકઃ મણના ભાવ ૮૦૦ થી ૧૨૦૦ બોલાયા

હળવદ તા.૧૮ : હળવદ માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે મંગળવારે ૨૭ હજાર મણથી વધુ ધાણાની બમ્પર આવક થઇ હતી. સાથે મોટા પ્રમાણમાં જીરાની આવક શરૂ થતા વાહનોની લાંબી કતાર લાગી હતી. રાજયમાંથી વેપારીઓ ધાણા અને જીરૂ ખરીદવા માટે હળવદ યાર્ડ ખાતે આવે છે.

ધાણાના ૨૦ કિલોના ભાવ ૮૦૦ રૂપિયાથી ૧૨૦૦ સુધી અને જીરૂના ભાવ ૧૨૦૦ થી ૧૫૦૦ સુધી મળ્યાનું ખેડૂતોમાંથી જાણવા મળેલ છે. ખેડૂતોને ખેતપેદાશનો સારો ભાવ મળી રહે તેમજ ખેડૂતોને માલ બગડે નહી સમય તરત નિકાલ થાય અને માલનો વધારેમાં વધુ નિકાલ થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવે તેમ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલે જણાવેલ હતુ. કોઇપણ ખેડૂતને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે હળવદ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:03 pm IST)