Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ગિરનાર ઉપર પર્વતારોહકો માટે ર નવા રૂટ ખુલ્યા

રોક કલાઇમીંગ ચેલેન્જીંગ : પડયા એટલે જીવનથી હાથ ધોવાનો વારો આવે, બિમાર પડો તો આગળ વધવાની તકના દરવાજા બંધ

જૂનાગઢ : તસ્વીરમાં પર્વતારોહકો અને અનુભવી પ્રશિક્ષકો માર્ગદર્શન આપતા નજરે પડે છે.(તસ્વીર : મુકેશ વાઘેલા,જૂનાગઢ)

 જૂનાગઢ તા.૧૮ : ગિરનાર પર્વત પર હાલ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ભારતીય પર્વતારોહણ કેન્દ્રીય સંસ્થાન, નવી દિલ્હીના પ્રયાસોથી પંડિત દિનદયાલ પર્વતારોહણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા ૩૦ વર્ષના અનુભવી પ્રશીક્ષકોની રાહબરી હેઠળ દેશભરનાં ૨૩ યુવાનો અને ૭ યુવતીઓ ગિરનારની ગીરી કંદરાઓનુ શિબિર ઇનચાર્જ કે.પી.રાજપૂતના માર્ગદર્શન તળે જુનાગઢ કેન્દ્રના ઇનચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડના સહયોગ સાથે ખેડાણ કરી રહી છે.

અગ્નિકૃત ખડકના બનેલ ગિરનાર પર્વત કલાઇમ્બીંગ માટે ભરોસામંદ હોવા સાથે ગિરનારના ખડકો અનોખા છે. તેમજ પર્વતારોહકો માટે આ સમૃદ્ઘ વિસ્તાર છે. અહીં રોક છે, માળખાગત સુવિધા નજીકના વિસ્તારોમાં ઉપલબ્ધ છે. આથી ગયા વર્ષે ૧૧૦૦ ફુટના ટ્રકીંગ માટે એક રૂટની  ઓળખ કરવામાં આવી હતી. આ વર્ષે ગિરનારના બે હજાર પગથીયા પાસેથી જૈન દેરાસરના પાછળના વિસ્તારને આવરી લઇ અંદાજિત ૧૨૦૦ ફુટના નવા બે રૂટની ઓળખ કરવામાં આવશે તેમ આ શિબિરના પ્રમુખ પ્રશીક્ષક નિરત ભટ્ટે કહ્યુ હતું.

પર્યાવરણની જાળવણી સાથે ગીધ વસાહતથી સલામત અંતર રાખી નવા આ બે રૂટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્વતારોહકો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બનશે, તેમ નિરત ભટ્ટે જણાવી વધુમાં કહ્યું કે, ગિરનાર રીમોટ એરીયામાં નથી અહીં નજીકના અંતરે પર્વતારોહકોને સારી સુવિધા મળી રહે છે. આથી ભવિષ્યમાં ગિરનારને આવરી લઇ કલાઇમ્બીંગ કલ્ચર ઉભુ થશે.

રોક કલાઇમ્બીંગ ચેલેન્જીંગ છે. તેના મુખ્ય બે નિયમો છે. એક પડવુ નહીં અને બીજો બિમાર નહીં પડવું. પડ્યા એટલે જીવનથી હાથ ધોવાનો વારો આવે જયારે બિમાર પડે તો આગળ વધવાની તક બંધ થાય છે. અહીં કોઇ વસ્તુ નિશ્યિત નથી. કયાંયથી પથ્થર પડે, સાપ નિકળે પરંતુ રોક કલાઇમ્બીંગમાં કોમ્પીટીશન નથી. જીવનમાં આગળ વધવાની ચેલેન્જ છે. ડર દૂર થાય છે, આત્મવિશ્વાસ બુલંદ બને છે. અહીં કોઇ અવકાશ નથી, કોઇ વિકલ્પ નથી. આથી માણસની બધી જ સેન્સ ખુલી જાય છે અને જીવનના ધારેલા લક્ષ્યો સિદ્ઘ કરી શકે છે, તેમ કમલસીંગ રાજપૂતે જણાવ્યુ હતું.

ગુજરાતના ૮ જિલ્લાના ૨૨ યુવાન-યુવતીઓ સાથે ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્યિમબંગાળથી આવેલા યુવાનો તા.૧૫ માર્ચ સુધીમાં ગિરનારને ટ્રેકીંગ માટે નવા બે રૂટ આપી રોમાંચથી ભરપૂર પર્વતારોહકોને પ્રોત્સાહણને આપ્શે તેમ ૨૫ વર્ષના અનુભવી પ્રશીક્ષક મનીષ પરમારે જણાવ્યુ  હતુ. આ શીબિરમાં દેશમાં ગુજરાતનું  પ્રતિનિધિત્વ કરનાર પાલીતાણાના કલ્પેશ અને કલ્યાણપુરતાલુકાના દેવળીયાના શિક્ષક મુળુભાઇ પણ સહભાગી છે.

ભારતમાં પ્રથમ નંબર ધરાવતો પર્વતારોહક જૂનાગઢમાં

ગિરનાર પર કાર્યરત રાષ્ટ્રીય પર્વતારોહણ શિબિરમાં વિશ્વમાં રોક કલાઇમ્બીંગ ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર મહારાષ્ટ્રનો યુવાન રીતીક પણ સહભાગી છે. રીતીક પહાડો પાછળ પાગલ છે. પહાડોને દીલોજાનથી ચાહે છે. પહાડો તેની જીંદગી છે. રીતીકે ૧૨ વર્ષની ઉમરે પર્વતારોહક તરીકે શરૂઆત કરી હતી. હાલ, તેની ઉમર ૨૦ વર્ષની છે. આ સમય દરમ્યાન તેઓ અગણીત મેડલો મેળવ્યા છે. તેમાં, સ્વીત્ઝરલેન્ડ, ફ્રાન્સ, જાપાન સહિતના દેશોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. રીતીકે ૮ વલ્ર્ડકપ ઉપરાંત ર રોક કલાઇમ્બીંગ ચેમ્પીયનશીપમાં પણ ભાગ લીધો છે. ભારતમાં તે પ્રથમ ક્રમાંકનો પ્રતારોહક છે જયારે વિશ્વમાં તે ૫૯ નું રેન્કીંગ ધરાવે છે.

ગલ્ર્સ પણ રોક કલાઇમ્બીંગમાં પાછળ નથી

ગુજરાતની અમી પટેલ રાષ્ટ્રીય પર્વતારોહણ શિબિરમાં  સહભાગી થઇ છે. ગલ્ર્સને ઉંચાઇથી ડર લાગે છે. રોક કલાઇમ્બીંગથી ઉંચાઇનો ડર દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. ગલ્ર્સ પણ બોઇઝને ટક્કર મારી શકે છે. બરોડા એમ.એસ.યુનિવર્સિટીમાં ગણીતમાં માસ્ટર્સનો અભ્યાસ કરતી અમી પટેલ વધુમાં કહે છે, પર્વતારોહણ માટે ગલ્ર્સમાં અવેરનેશ ઓછી છે પરંતુ ગલ્ર્સ પણ તમામ કાર્યો કરી શકે છે.

સેફટી માટે રોપને સાંકળતી ૨૦ પ્રકારની ગાંઠોનો મહત્વ રોલ

પર્વતારોહણ માટે વિવિધ પ્રકારના મજબુત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, બેઝીક કેટેબીનર જે કલાઇમ્બરને બોડી સાથે જોડવા ઉપયોગી છે. ઉપરાંત સીટ હાર્નેશ રોપ અને કલાઇમ્બરને જોડે છે. કેટેબીનર બે હજાર કીલો વજનની ઝીક ઝીલી શકે છે. આ અંગે ૨૫ વર્ષના અનુભવી પ્રશીક્ષક મનીષ પરમારે કહયુ કે, પર્વતારોહકને સેફ્ટી માટે રોપને સાંકળતી વિવિધ પ્રકારની ૨૦ ગાંઠોનો મહત્વ હોય છે.

આ ગાંઠોના નામ પણ અનોખા છે. જેમકે, ઓવર એન્ડ લુપ, રીફ નોટ, કલો હીચ, બોલાઇન, ટર્બક, ટીમ્બર હીચ, એન્ડ મેન ડી, ફીગર ઓફ એઇટ આ ગાંઠો પર્વતારોહકને કોઇ પણ પ્રકારના નુકશાન થતુ બચાવે છે. અર્થાત રોકથી પર્વતારોહકને પડતા બચાવે છે.

(12:00 pm IST)