Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ધોરાજી ખાતે સૈયદ મુસ્તુફા બાવા સીરાઝીનો ઉર્ષ

ધોરાજીઃખાતે કલરીયા વાળા પીર સૈયદ મુસ્તુફા બાવા સીરાજીનો ઉર્ષ મુબારક ઉજવાયો હતો. જેમાં પીર હાજી કૈયુમ બાવા સીરાજી ના અધ્યક્ષ સ્થાને મહેફિલએ નાત નીયાજ કવાલી સહિત ના કાર્યક્રમો યોજાયા હતાઙ્ગબહાર પૂરા ખાતે ખાન કાહે સિરાઝી ખાતે વિશ્વ શાંતિ અને ભારત ભરના લોકોની કોરોનાના જીવલેણ વાયરસથી રક્ષા થાઈ માટે દુઆએ ખેર કરેલ હતીસૈયદ સિરાજિ બાવાના મુરિદો એહલે બેત્ના સહજાદાઓ અને સૈયદ હાજી કયુમ બાવાઙ્ગ સીરાઝિ સૈયદ ડાડા બાવા અને સૈયદ હાજી મોઈન બાવા ( બાવા સાય) વગેરની ઉપસ્થિતિમાં સંદલઙ્ગ શરીફ નીકળેલ હતું. જે મુસ્તુફા બાવાના મજાર ખાતે પોહચ્યું હતું. તિયાં મજાર શરીફને ચંદન ગુલાબ જળથી ગસ્લ શરીફની રસમ અદા કરવામાં આવી હતી અને અનીશ નવાબ ની કવાલીનો જલસો રાત ભર રહ્યો હતો સૌરાષ્ટ્રભર માંથી મુરીદો ચાહકો ઉમટી પડ્યા હતા.(તસ્વીરઃ કિશોર રાઠોડ)

(11:58 am IST)