Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

પોરબંદરમાં બાપોરબંદરમાં બાળકીને જન્મ આપ્યા બાદ મૃત્યુ થયેલ યુવતીનો કોરોના વાઇરસનો નેગેટીવ રીપોર્ટળકીને જન્મ આપ્યા બાદ મૃત્યુ થયેલ યુવતીનો કોરોના વાઇરસનો નેગેટીવ રીપોર્ટ

અમદાવાદ અને પોરબંદરમાં યુવતિના હેલ્થ સ્ક્રીનીંગ બાદ જામનગરમાં રીપોર્ટ મોકલેલઃ સોશ્યલ મીડિયામાં કોરોનાથી મૃત્યુ થયાંના મેસેજ ફોરવર્ડ ન કરવા તંત્રની અપીલ

પોરબંદર, તા.૧૮: દુબઇથી આવેલ સગર્ભા યુવતીએ પોરબંદરની રૂપાળીબા મહિલા સરકારી હોસ્પિટલમાં ડીલીવરીમાં બાળકીને જન્મ આપ્યા બાદ આ યુવતીનું મોત થતાં તેમનું મોત કોરોના વાઇરસથી થયુ છે કે કેમ? તે શંકા જતા તેમનો રીપોર્ટ જામનગર હોસ્પિટલે મોકલતા રીપોર્ટ નેગેટીવ આવેલ અને તેમનુ મૃત્યુ કોરોના વાઇરસથી નહી થયાનું જાહેર કરવામાં આવ્યું છે.દુબઇથી આવેલ આ સગર્ભા યુવતીને અમદાવાદ હેલ્થ સ્ક્રીનીંગ અને ત્યારબાદ પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવતા તેમનો રીપોટ સામાન્ય આવેલ હતો. પોરબંદર બાદ તેમનો કોરોના વાઇરસ માટે રીપોર્ટ જામનગર મોકલતા નેગેટીવ આવેલ અને કોરોના વાઇરસથી મૃત્યુ નહી થયાનું ખુલ્યું છે. યુવતીએ જન્મ આપેલ બાળકીની સ્થિતિ સામાન્ય છે. મૃત્યુ થયેલ યુવતીને નાનપણથી શ્વાસની બીમારી હોવાનું જાણવા મળે છે મરનાર યુવતીનું જામનગરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

સોશ્યલ મીડિયામાં દુબઇથી આવેલ સગર્ભા યુવતીનું મોત કોરોનો વાઇરસથી થયાંની અફવાવાળા મેસેજ વાઇરલ થયેલ છે. આવા અફવાવાળા મેસેજ લોકોએ ફોરવર્ડ ન કરવા તથા અફવા ન ફેલાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(11:57 am IST)