Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

'કોરોના' ઇફેકટઃ ઉપલેટાનાં રસ્તા સુમસામઃ કિર્તન મંડળના કાર્યક્રમ રદ

સૌરાષ્ટ્રમાં ધાર્મિક કાર્યક્રમો-મેળાવડા મોકૂફઃ મહામારીથી બચવા માટે જનજાગૃતિ કાર્યક્રમોઃ ભીડવાળી જગ્યાઓમાં જવાનુ ટાળતા લોકોઃ ધર્મસ્થાનોમાં પણ ભાવિકોને અગમચેતી રાખવા અપીલ

પ્રથમ તસ્વીરમાં અલંગમાં જનજાગૃતિ કાર્યક્રમ, બીજી તસ્વીરમાં ભાવનગરમાં કારમાં જનજાગૃતિ ફેલાવવ પ્રયાસ અને ત્રીજી તસ્વીરમાં ઉપલેટાની બજારો સુમસામ નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી (ભાવનગર), ભોલુ રાઠોડ -ઉપલેટા)

રાજકોટ તા. ૧૮ :.. 'કોરોના' વાયરસનાં કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક ધાર્મિક કાર્યક્રમો અને મેળાવડા મોકૂફ રાખવામાં આવ્યા છે.

મહામારીથી બચવા માટે જનજાગૃતિ  કાર્યક્રમો સાથે લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહયુ છે.

ભીડવાળી જગ્યાઓમાં જવાનું લોકો ટાળી રહ્યા છે. અને ધર્મસ્થાનોમાં પણ ભાવિકોને ભીડ ન કરવા અને અગમચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

ઉપલેટા

ઉપલેટા : સમગ્ર સૌરાષ્ટ્રમાં પુષ્ટિમાર્ગીય ધ્રોળ પદ વધાઇ કિર્તનમાં જેનું ખુબ જ મોટુ નામ છે તેવી અહીંની ખ્યાતનામ બાલકૃષ્ણ કિર્તન મંડળીના પ્રમુખ સુરેશભાઇ માંડલીયા ત્થા ઉપપ્રમુખ શ્રી કિશોરભાઇ ઝાલાએ એક નિવેદનમાં જણાવેલ છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે અને ઇતિહાસમાં પ્રથમ વખત નાથદ્વારા સહિતના મંદિરોમાં ભાવિકો માટે દર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે તેમજ દેશભરની શાળા-કોલેજો ફિલ્મ થીયેટરો સંગ્રહાલયો સહિતના જાહેર સ્થળો બંધ કરવામાં આવેલ છે ત્યારે આ રોગની સજગતા માટે કિર્તન મંડળ ૩૧ માર્ચ સુધી સ્થાનીક ઉપલેટામાં તથા બહારગમ કિર્તન કાર્યક્રમ ન કરવાનો નિર્ણય કરેલ છે તે માટે અમારા ચાહકો દરગુજર કરે તેવું યાદીના અંતમાં જણવેલ છે.

ભયંકર કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને હચમચાવી દીધુછે લોકો ભયના ઓથાર નીચે ઘરની બહાર નીકળવાનું ટાળી દીધુ  છે જેની અસર નાના એવા ઉપલેટ શહેરમાં પડી છે છેલ્લા કેટલાક દિવસોથી શહેરની બજારો સાવ સુમસાન ખાલીખમ થઇ ગઇ છે. કોરોનના ભયને કારણે સ્થાનીક લોકો તથા ગામડાના લોકોથી જે બજારો ઉભરાતી હતી તેવ લોકો ભીડમાં જવાનું ટાળતા અહીંની કાયમ ભરચક રહેતી બજારો બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, શાક માર્કેટ, કટલેરી બજાર, ભાદર રોડ, પંચહાટડી વિસ્તાર સહિતના વિસ્તારો સાવ સુમસામ દેખાઇ રહ્યા છે.

ધોરાજી

ધોરાજી, તા. ૧૮ :  સમગ્ર રાજયો અને દેશભરમાં કોરોના વાઇરસ ના ભાઈ ને કારણે તમામ શાળાઓ અને શોપિંગ મોલ બંધ રાખવા સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે ધોરાજી શહેરમાં આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા હાઈસ્કૂલ અને કોલેજો આગામી ૧૫ દિવસ માટે સદંતર બંધ રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકો ભીડભાડવાળી જગ્યાએ એકત્રીત ન થાય તેમજ માસ્ક અને સેનેટ રાઈઝર નો ઉપયોગ કરે તે પ્રમાણે જણાવવામાં આવ્યું છે.

દ્વારકા

જેતપુર : કોરોના વાયરસને લઈ દેવભૂમિ દ્રારકાના કલેકટરનું જાહેરનામું બહાર પડાયું છે.  મંદિરમાં આવતા યાત્રીઓએ રેલિંગમાં ૧ મીટર જગ્યા રાખવાનું સૂચન કરાયું છે. ધજા ચડાવતા યાત્રીઓએ ૨૫દ્ગક મર્યાદામાં આવવાનો ઉલ્લેખ કરાયો છે. બેટ દ્રારકા જતી બોટમાં કેપેસિટીના ૫૦ ટકા જ યાત્રીઓ બેસાડવા તથા હોટલ,રેસ્ટોરન્ટમાં આવતા વિદેશી યાત્રીઓની જાણ કરવા આદેશ કરાયો છે.

ગોંડલ

ગોંડલ : શ્રી ઈશામલીયા જોષી પરિવાર દ્વારા લાઠી મુકામે શ્રી લીલાધર દાદા નો ડેરી એ પંચકુડી

યજ્ઞ ફાગણ વદ ૧૧ ને ગુરૂવાર તા.૧૯/૩/૨૦ ના કોરોના વાયરસ ને હિસાબે સરકારી આદેશ અનુસાર

બંધ રાખેલ છે. કમીટી મેબર લી. ભાનુશંકર એસ .જોષીએ જણાવ્યું છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગર નજીકના વિશ્વપ્રસિદ્ઘ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત ત્રણ આરોગ્ય વિભાગો જી.એમ.બી - રેડક્રોસ મલ્ટી સ્પેસ્યાલિટી હોસ્પિટલ , મોબાઈલ કિલનિક, પ્રાયમરી હોસ્પિટલ, વગેરે દરેક વિભાગો કાર્યરત છે ખાસ કોરોના ના ખતરા ને ટાળવા અને લોકો માં ભય ના ફેલાય તે માટે દરેક વિભાગ માં અલંગ ના વર્કરો અને લોકો ને સમજાવવા માં આવ્યા છે ખાસ આ સમય માં તેઓ અલંગ થી અન્ય રાજયો માં પોતાના દેશ માં થોડા દિવસ જવા નું ટાળે અને જો ત્યાં હોય તો થોડા દિવસ અલંગ માં આવવા નું ટાળે જેથી આંતર રાજય માંથી આવતા કેસોઙ્ગ ના જોખમો ને પણ ટાળી શકાય સાથે રેડક્રોસ ની ટિમ દ્વારા દરેક ખોલી માં વ્યકિતગત સંપર્ક કરી ને લોકો ને માહિતી આપવા માં આવી રહી છે.ઙ્ગ

સ્થાનિક વર્કરો ની ભાષા હિન્દી અને હુડીયા માં તેમને સમજાય તેરીતે પણ માહિતી આપી ને પત્રિકાઓ પણ આપવા માં આવી છે. રેડક્રોસ ની હેલ્થ કેર એટેન્ડન્ટ બહેનો પણ અલંગ માં હાઉસ ટુ હાઉસ પ્રચાર અને જાગૃતિ નું કાર્ય કરી રહ્યા છે.

- હોસ્પિટલ માં અલગથી ફલૂ કોર્નર બનાવેલ છે.

- ઇમરજન્સી તમામ સ્ટાફ ની ટ્રેનિંગ અને વ્યવસ્થા ની ખરાઈ કરાઈ છે.

- ૬ બેડ નવી હસ્પિટલ અને ૪ બેડ પ્રાઈમરી હોસ્પિટલ માં અલગ વોર્ડ માં વ્યવસ્થા કરવા માં આવેલ છે.

આ સ્થિતિ માં ભય ને ટાળી અને જાગૃત રહીયે એજ સૌને અપીલ છે.

ભાવનગર

ભાવનગરના જાણીતા ગાયક અને પોતાના એન.જી.ઓ થકી સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા ચુડાસમા જીતેન્દ્ર ઉર્ફે જીતુ જેકસન અને તેમની ટીમ દ્વારા પોતાની ઈનોવા કારમાં લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે મહત્ત્।મ જાણકારી કેળવાય તેમજ લોકોમા કોરોનાથી બચવા અંગેની જાગૃતિ વધે તે પ્રકારના સંદેશ, સ્લોગન અને સૂત્રો લખી સ્વખર્ચે ભાવનગર જિલ્લા તથા શહેરના વિવિધ ગામડાંઓના તેમજ દુર્ગમ વિસ્તારોમાં ફરી કલોકજાગૃતી કેળવવાની ખૂબ સમાજોપયોગી કામગીરી કરવામાં આવી રહી છે. જીતેન્દ્રભાઈની આ વિવિધ સ્લોગનોથી સજ્જઙ્ગ કારને જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ તેમજ અધિક નિવાસી કલેકટર શ્રી ઉમેશ વ્યાસે નિહાળી હતી અને સમગ્ર ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ આ જનજાગૃતિ અભિયાન ની બિરદાવ્યું હતું.

(11:56 am IST)