Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ગોંડલના દેરડી (કું)માં માલધારીએ ઝપાઝપી કરીને દિપડાને ભગાડયો

એક બકરાનું મારણઃ ૨ને ઈજાઃ નેસમાં રાત્રીના વન્ય પ્રાણીના હુમલાથી દોડધામ

ગોંડલ, તા. ૧૮ :. ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)માં રાત્રીના નેસમાં ત્રાટકેલા દિપડાને ઝપાઝપી કરીને માલધારીએ ભગાડી મુકયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)ના અમરશીભાઈ કથીરીયાની વાડીમાં માલધારીના નેસડામાં કાલે મોડી રાત્રીના દિપડો ત્રાટકયો હતો.

આ દિપડાએ એક બકરાનું મારણ કર્યુ હતુ અને બે બકરાને ઈજા કરી હતી.

જેથી માલધારીએ દિપડા સાથે બાથ ભીડીને દિપડાને ભગાડી મુકયો હતો. આ દરમિયાન માલધારીને છાતીમાં મુંઢ ઘા થયો હતો.

રાત્રીના દિપડો ત્રાટકતા તેને ઝડપી લઈને પાંજરે પુરવા ગ્રામજનોએ માંગણી કરી છે.

(12:09 pm IST)