Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ભાવનગર ખોરાક-ઔષધ નિયમન કચેરીએ કલાર્ક મહેન્દ્રસિંહ સરવૈયા ૫૦૦ની લાંચ લેતા ઝડપાયો

 ભાવનગર, તા.૧૮: મદદનિશ કમિશ્નરની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બહુમાળી ભવન ભાવનગર ખાતે જુનિયર કલાર્ક વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ધનદેવસિંહ સરવૈયાને બોટાદ એ.સી.બી.ટીમે રૂ.૫૦૦ની લાંચ લેતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામે ચોક્કસ આધારભુત માહિતી મળેલ કે, ભાવનગરઙ્ગ શહેરમા આવેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની કચેરીમા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખાતાના અધિકારી/કર્મચારી ફૂડ લાઇસન્સઙ્ગ અને સર્ટિફિકેટ મેળવવા માટે અવેજ પેટે રૂ.૧૦૦  થી રૂ.૫૦૦  સુધી ની લાંચની ગેરકાયદેસર માંગણી કરી સ્વીકારી અને કામ કરે છે, તે મળેલ માહિતીનાઙ્ગ આધારે એક જાગૃત નાગરીકનો ડિકોયર તરીકે સહકાર માંગતા, ડિકોયરને પોતાના મિત્રની નાસ્તાની દુકાન માટે લાઇસન્સ રીન્યુ કરાવવાનુંઙ્ગ અને રિન્યુ સર્ટિફિકેટ મેળવવાનું હોય, આજરોજ છાંટકાનું આયોજન કરતા ગોઠવેલ ડિકોયના છટકા દરમિયાન આ કામના આરોપી એ રૂ.૫૦૦/- ની લાંચ ડિકોયર પાસે માંગી અને સ્વીકારતા એ.સી.બી.ટીમે મહેન્દ્રસિંહને સ્થળ પર ઝડપી લીધા હતા. દરોડાની આ કાર્યવાહીથી ચકચાર મચી જવા પામી હતી.

(11:45 am IST)