Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ઐતિહાસિક ઘટનાઃ પ્રથમ વખત જ ચોટીલાનું જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ૧૦ દિવસ માટે બંધ કરાયું

         રાજકોટ (ફારૂક ચૌહાણ દ્વારા) :  કોરોના વાયરસ સંક્રમણ રાજયના યાત્રાધામોમાં પણ અસર વર્તાઇ છે. તમામ યાત્રાધામો બંધ કરવામા આવ્યા છે. ત્યારે ચોટીલા ડુંગર પર આવેલું ચાંમુડા માતાજીનું મંદિર પર ૧૦ દિવસ સુધી યાત્રીઓ માટે બંધ કરવામાં આવ્યુ છે. સરકારની ગાઇડ લાઇન મુજબ ચોટીલા મંદિર ટ્રસ્ટે આ નિર્ણય લીધો.

         ઇતિહાસમાં પહેલી વખત ચોટીલા મંદિર યાત્રીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. કોરોનાની દહેશત હવે શ્રધ્ધા પર ભારી પડી રહી છે. રોગચાળાની દહેશતના પગલે ગુજરાતમાં કોઇ મંદિર સંપૂર્ણપણે બંધ કરી દેવાયુ હોય તેવી કદાચ આ ઇતિહાસની સૌપ્રથમ ઘટના છે.

કોરોના વાયરસને પગલે ચોટીલાના ચામુંડા ધામ દર્શનાર્થીઓ માટે તા,18થી તા; 29મી સુધી બંધ રહેશે ચોટીલા ધામ, જ્યાં ચોટીલા ડુંગર પર વિરાજમાન છે મા ચંડી ચામુંડા. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની માતા ચામુંડા કરે છે મનોકામના પૂર્ણ. આ મંદિર ડુંગર પર આવેલું છે, જ્યા સુધી જવા માટે 1000 પગથિયાં ચડીને જવું પડે છે.

(9:36 pm IST)