Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કેશોદની વણપરીયા સ્‍કૂલના ૧૧ છાત્રોને એક સાથે કોરોના

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૮ :. જૂનાગઢ જીલ્લાના કેશોદની વણપરીયા સ્‍કૂલના ૧૧ છાત્રોને એક સાથે કોરોના થતા ચિંતા પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેશોદમાં આવેલી કે એ વણપરીયા વિનય મંદિરના ધો. ૧૦ થી ૧ર ના વિદ્યાર્થીઓના આજે કોરોના  ટેસ્‍ટ કરાવવામાં આવ્‍યા હતા. જેમાં એક સાથે ૧૧ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા કવોરન્‍ટાઇન અને સારવારની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(3:24 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST

  • ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન: નરેન્દ્રભાઈએ શોક વ્યક્ત કર્યો મુંબઈઃ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુલામ મુસ્તફા ખાન સાહેબના નિધન અંગે શોક વ્યકત કર્યો છે. access_time 8:30 pm IST

  • ગણતંત્ર દિવસ પર કિશાન માર્ચ અંગે જોડાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ટળી : હવે ૨૦ જાન્‍યુઆરીએ નિર્ણય લેવાશે : ૨૬ જાન્‍યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રિમમાં સુનાવણી થવાની હતી : પરંતુ કોર્ટે હાલમાં આ નિર્ણયને ૨૦ જાન્‍યુઆરી સુધી મોકૂફ રાખ્‍યો છે : કોર્ટમાં દિલ્‍હી પોલીસ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી access_time 10:37 am IST