Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

દ્વારકા જિલ્લામાં ૭ માસમાં ૧૬ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા સાત મહીનામાં  સ્થાનીક ખાણ ખનિજ કચેરીએે ગેરકાયદે ખનન તથા વહનના સોળ કરોડ ઉપરાંતની ખનીજ ચોરીની ફોજદારી નોંધાવી છે.  અને રૃ. ૧ કરોડ ઉપરાંતનો રોકડ દંડ વસૂલ્યો છે. કલ્યાણપુર તેમજ ભાણવડ તાલુકામા ખાણ ખનીજ ખાતાએ રેતી તેમજ બેલા અને બોકસાઇટની ગેરકાયદે ખનન, વહન ઉપરાંત દ્વારકા તાલુકામાં બેલા અને ખંભાળિયા તાલુકામાંથી ત્રણ બોકસાઇટ જથ્થાના કેસ નોંધ્યા હતા.

છેલ્લા સાત મહીનામાં ખનીજ ચોરીને લગતા ૧૧૪ કેસ નોંધાવી ૧૬ કીસ્સામાં સોળ કરોડ આઠ લાખની ખનીજ ચોરી થયાનું જાહેર થયું છે. અને એક કરોડ આઠ લાખનો રોકડ દંડ વસૂય કર્યો હતો.  દ્વારકા જિલ્લાના કલેકટર મીનાના  માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ અધિકારી નરેન્દ્ર પટેલ તથા તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી.

(1:00 pm IST)
  • હોંગકોંગમાં ચીની સેનાએ મોરચો સાંભળ્યો : લોકતંત્ર સમર્થકો વિરુદ્ધ હોંગકોંગના માર્ગો પર ચીની સેના ઉતરી : છેલ્લા પાંચ મહિનાથી હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન થાય છે access_time 12:52 am IST

  • બિગ બોસ -13 : અરહાન ખાન થયો બિગબોસના ઘરથી બેઘર : ધ્રુસકે ધ્રુસકે રડી રશ્મિ દેસાઈ : જાણીતો ટીવી શો બિગ બોસ-13માં આ સપ્તાહના વિકેન્ડ પર મોડલ અને અભિનેતા અરહાનખાન બિગ બોસના ઘરથી બહાર થતા રશ્મિ દેસાઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી : રશ્મિ દેસાઈનું આ દુઃખની દર્શકોને આશ્ચર્ય સાથે ભારે ચર્ચા જાગી access_time 12:52 am IST

  • બિહારમાં રાજદના નેતાની ગોળી મારીને હત્યા : ઔરંગાબાદ જિલ્લાના મદનપુર ક્ષેત્રમાં ટંડવા નજીક સાંજે અજાણ્યા સશસ્ત્ર લોકોએ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને વેપરી મોહમ્મ્દ મુર્તુજા અલીની ગોળી મારી હત્યા કરી : મુર્તુજા અલી પોતાના ઈટોના ભઠ્ઠાનો હિસાબ કિતાબ કરતા હતા ત્યારે બાઇકસવારોએ ગોળીબાર કર્યો : હત્યારાઓએ ઈટોના ભાવ પૂછ્યા બાદ ગોળી મારી access_time 12:51 am IST