સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th November 2019

દ્વારકા જિલ્લામાં ૭ માસમાં ૧૬ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા સાત મહીનામાં  સ્થાનીક ખાણ ખનિજ કચેરીએે ગેરકાયદે ખનન તથા વહનના સોળ કરોડ ઉપરાંતની ખનીજ ચોરીની ફોજદારી નોંધાવી છે.  અને રૃ. ૧ કરોડ ઉપરાંતનો રોકડ દંડ વસૂલ્યો છે. કલ્યાણપુર તેમજ ભાણવડ તાલુકામા ખાણ ખનીજ ખાતાએ રેતી તેમજ બેલા અને બોકસાઇટની ગેરકાયદે ખનન, વહન ઉપરાંત દ્વારકા તાલુકામાં બેલા અને ખંભાળિયા તાલુકામાંથી ત્રણ બોકસાઇટ જથ્થાના કેસ નોંધ્યા હતા.

છેલ્લા સાત મહીનામાં ખનીજ ચોરીને લગતા ૧૧૪ કેસ નોંધાવી ૧૬ કીસ્સામાં સોળ કરોડ આઠ લાખની ખનીજ ચોરી થયાનું જાહેર થયું છે. અને એક કરોડ આઠ લાખનો રોકડ દંડ વસૂય કર્યો હતો.  દ્વારકા જિલ્લાના કલેકટર મીનાના  માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ અધિકારી નરેન્દ્ર પટેલ તથા તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી.

(1:00 pm IST)