Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સાવરકુંડલાઃ સુરત-મહુવા અને બાન્દ્રા-મહુવા ટ્રેન શરૂ થતા યાત્રિકોને ફાયદોઃ કાળુભાઇ વિરાણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૭ : સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણીએ કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશને પત્ર પાઠવીને સુરત-મહુવા તથા બાન્દ્રા-મહુવા બન્ને દૈનિક ટ્રેન શરૂ કરવાથી યાત્રીકોને ફાયદો થયો છે. તેમ જણાવ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે સુરત-મહુવા તથા બાન્દ્રા-મહુવા બન્ને ટ્રેનો દૈનિક શરૂ કરવાનો હતો કારણ કે આ વિસ્તારમાં અમરેલી, સાવરકુંડલા, મહુવા, રાજુલા, જાફરાબાદ, ખંભા, ધારી, ચલાલા, અને લીલીયા આમ ૯ તાલુકાના લોકોનો બહોળો વ્યવહાર સુરત તથા મુંબઇ સાથે સંકળાયેલો છે.

 આ બન્ને ટ્રેનો શરૂ થતા આ વિસ્તારના લોકોને કેવી સરસ સગવડતા મળી છે તેની કલ્પના ન કરી શકાય એટલી ખુશી લોકો વ્યકત કરી રહ્યા છે. કારણ કે અમો કેન્દ્રમાં કોંગ્રેસના શાસનમાં તા.૧પ/૮/ર૦૧રમાં આ ટ્રેન શરૂ કરવા માટે ૧૦૦૦૦ લોકો સાથે રેલ્વે ટ્રેક ઉપર ગુડસ ટ્રેન રોકી સવારે ૯ થી સાંજનાપ સુધી આંદોલત કર્યું હતું.

(1:33 pm IST)