Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વંથલીનાં વાડલા ગામે પરિવારને રૂમમાં પુરી દઇ રૂ.૪.૭પ લાખની મતાની ચોરી

(વિનુ જોશી  દ્વારા) જુનાગઢ તા. ૧૭  : વંથલીના વાડલા ગામે પરિવારને રૂમમાં પુરી દઇ તસ્કરો રૂ.૪.૭પ લાખની મતા લઇ ચોરીને નાસી જતા સનસનાટી મચી ગઇ હતી.

વંથલી નજીક વાડલા ફાટક ખાતે ફાર્મમાં રહેતા વેપારી કુંજનભાઇ પ્રવિણભાઇ છે. (ઉ.વ.૩૬) રાત્રે ૧ર.૩૦ પછી બાળકો સાથે નીચેના હોલ પાસેના બેડરૂમમાં હતા. ત્યારે રાત્રે ૩.૩૦ વાગયે અવાજ આવતા તેમનાં પત્નીએ કુંજનભાઇને જગાડેલ. પરંતુ બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી તેમણે તેના સાળાને જાણ કરતાં તેઓએ દોડી આવીને બહારથી હોર્ન મારતા બે તસ્કરો નાસી ગયા હતા. બાદમાં કુંજનભાઇ સહિત પરિવારજનો રૂમમાંથી બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવ્યા હતા.

બે ચોર મકાનની પાછળની ગ્રીલ કાઢી બેડરૂમમાં પ્રવેશી કબાટના લોક તોડી તેમાંથી રૂ.૧.૭પ લાખની રોકડ અને રૂ.૩ લાખની કિંમતના ઘરેણા ચોરી ગયા હોવાની ફરિયાદ થતાં પીએસઆઇ એ.પી.ડોડીયાએ તપાસ હાથ ધરી છે. 

(1:19 pm IST)