Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

હેલ્મેટ અને ખરાબ રસ્તાના વિરોધમાં ગુરૂવારે સુરેન્દ્રનગર બંધ

પહેલા સારા રસ્તા આપે પછી કડક કાયદો બનાવોઃ રહેવાસીઓની માંગણી

વઢવાણ,તા.૧૭: હાલ સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક નિયમો નું કડક પાલન અને દન્ડ અને હેલ્મેટ ષ્ટ્યણૂ અને વિવિધ નવા કાયદા અને કડક કાર્યવાહી ના પગલે લોકો માં રોસ વ્યાપ્યો છે.ત્યારે આ નિયમ સુરેન્દ્રનગર જિલ્લા માં પણ ગઈ થી લાગુ કરવા માં આવતા સુરેન્દ્રનગર જિલ્લા ના વેપારીઓ અને વાહન ચાલકો ને આ કડક કાયદા સામે રોસ ફેલાયો છે..

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ગઈ કાલ સવાર થી જ સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાંફિક પોલીસ એ જિલ્લા ના રોડ રસ્તાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હેલમેંટ puc અને લાઇન્સન ન હોય તો ૫૦૦ થી ૨૦૦૦ સુધી નો દન્ડ જિલ્લા ના લોકો પાસે થી વસૂલવા માં આવી રહા છે...

ત્યારે બીજી બાબતે વઢવાણ અને સુરેન્દ્રનગર ના મુખ્ય રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં મુકાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને સુરેન્દ્રનગર સુધી આવવા જવા માટે પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. જયારે સુરેન્દ્રનગર થી વઢવાણ ૫ કિમિ ના અંતર માં રસ્તામાં મસમસતા મોટા મોટા ખાડાઓ તેમજ મોટી કાકરીઓના કારણે ગામના લોકો અને શહેર ની જનતા કામ અર્થે આ રોડ પર થી અવાર નવાર પસાર થાય છે.

ત્યારે વાહન મારફતે જતી વખતે અકસ્માતનો ભય રહે છે. તેમજ વિદ્યાર્થીઓ પણ વઢવાણ થી સુરેન્દ્રનગર અભ્યાસ અર્થે આવવા માટે તેવો સમયસર શાળાએ પહોચી શકતા નથી. અને કોઇ મહિલાની ડિલેવરીના સમયે આ બિસ્માર રસ્તાના કારણે દર્દીને પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. તથા ડિલેવરીના કેસમાં રસ્તામાં જ ડિલેવરી થવાના બનાવ પણ બનેલા હોય જેથી આવી અનેક મુશ્કેલીઓનો ભોગ ન બને તેવા હેતુસર આવનારા ચોમાસા પહેલા આ બિસ્માર રસ્તાને તંત્ર નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો અને આમ જનતા ની ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે ફરી એકવાર બન્ધ નું એલાન આપવા માં આવ્યુ છે.ત્યારે સુરેન્દ્રનગર ના ચોકે ચોકે બંધ ના બેનરો મારવા માં લાગાવાયાછે. સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તે રખડતા ઢોરો નો આંતક વધ્યો છે.ત્યારે થોડા દિવસ પહેલા બે ગાયો જાહેર રસ્તા પર બાજવા ના પગલે એક યુવાન નું મોત નિપજીયુ છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના રસ્તાઓ પણ અત્યંત ખરાબ હાલત માં છે.ત્યારે જિલ્લા માં રસ્તાઓ ખરાબ હોવા ના કારણે આવરનવાર અકસ્માત સર્જાયા કરે છે. આ બાબતે વેપારીઓ અને રાહેવસીઓ માં રોસ વ્યાપ્યો છે.ત્યારે પહેલા સુવિધા આપો અને રસ્તા પર રખડતા ઢોર અને રસ્તાઓ સારા બનાવો પછી કાયદા કડક બનાવો જેવા અનેક સવાલો તંત્ર સામે લોકો કરી રહા છે.ત્યારે ફરી એકવાર ગુરુવારે સુરેન્દ્રનગર બંધ નું જાહેર જનતા અને કોંંગ્રેસ પક્ષ દ્વારા એલાન કરવા માં આવ્યુ છે.

(1:23 pm IST)