Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણીઃ ૪૨ સ્થળોએ ઉત્સવ

વઢવાણ, તા.૧૭: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાઙ્ગનદી પરના સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂર્ણ થતાં છેલ્લા ૭ દાયકામાં પ્રથમવાર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ એટલે કે, ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશિથી ભરાયો છે. જેના કારણે ગુજરાતવાસીઓનું વર્ષો જુનુ સ્વપ્ન પરિપૂર્ણ થતાં આ ઐતિહાસિક ક્ષણની વડાપ્રધાનશ્રીના જન્મ દિને તા. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ એટલે આજે સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લો પણ સહભાગી બન્યો છે.ત્યારે આજ દિવસે સમગ્ર જિલ્લામાં જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં કુલ મળી ૪૨ સ્થળોએ 'નમામી દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી.જેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધોળી ધજા ડેમ ખાતે ભવ્ય આયોજન કરવા માં આવ્યુ હતુ..

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહા હતા. આ ઉપરાંત સંતો – મહંતો તેમજ મહાનુભાવોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા  હતા.

સમગ્ર જિલ્લામાંઙ્ગ આ કાર્યક્રમ અન્વયે સબંધિત વિસ્તારના મુખ્ય તળાવ ઉપર સામુહિક આરતી તેમજ શ્રીફળ પધરાવવાના કાર્યક્રમની સાથે ગામે ગામ નર્મદા મૈયાની આરતીનો કાર્યક્રમ પણ યોજવા માં આવીયો હતો.. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ..

અત્રે ઉલ્લેખનિય છે કે, સરદાર સરોવર ડેમની જળરાશિ પૂર્ણ સપાટીએ પહોંચતા ગુજરાતના ૪ કરોડથી વધુ લોકોને પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે, તથા ૧૮ લાખ હેકટર જમીન માટે સિંચાઈનું આયોજન અને કચ્છ – સૌરાષ્ટ્ર – ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં દુષ્કાળ સામે સુરક્ષા પ્રદાન થશે. જેના કારણે સમગ્ર રાજયના લોકોના સ્વાસ્થ્યની સાથે સામાજિક – આર્થિક વિકાસને વેગ મળશે અને પર્યાવરણીય સુધારાઓની સાથે પ્રવાસનના ક્ષેત્રનો વિકાસ થશે.

(1:16 pm IST)