Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

બીઆરસી ભવન ચોટીલા ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો

ચોટીલા તા.૧૭: ચોટીલા બીઆરસી ભવન ખાતે ગણીત વિજ્ઞાન પ્રદર્શનનાં શુભ આરંભ પ્રસંગે ઉધ્દ્યાટન, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સન્માન અને પુસ્તક વિમોચન સાથે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવેલ

પ્રાર્થના ગીત સાથે સમારોહની શુભ શરૂઆત કરવામાં આવેલ ઉપસ્થિત મહેમાન આગેવાનો અને શિક્ષક વિધ્યાર્થીઓનું શાબ્દીક સ્વાગત બીઆરસી એ કરેલ ત્યાર બાદ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરનાર ચોટીલા તાલુકાના ૨ શ્રેષ્ઠ શિક્ષક વિરમભાઇ ડાંગર, જયશ્રીબેન મકવાણા તેમજ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ નયનાબેન રાણા નું પ્રશસ્તીપત્ર અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવેલ તેમજ ચોટીલા તાલુકા ના ટોપ ટેન પ્રતિભાશાળી વિધાર્થીનું સન્માન કરવામાં આવ્યું.

જેમાં શિક્ષકો ના બાળકો સરકારી શાળા માં અભ્યાસ કરે છે એવા શિક્ષકો નું પણ સન્માન કરવામાં આવેલ. ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લેનાર બાળકો ને શૈક્ષણિક કીટ આપી સન્માન કરેલ હતુ.

ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯માં ચોટીલા તાલુકાની બેસ્ટ ૫૫ કૃતિ રજુ થઇ છે જેનું મહાનુભાવો ના હસ્તે ઉદદ્યાટન કરી તાલુકાનાં વિધ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ જે તા. ૧૭ ના સવારે ૯ થી ૪ વાગ્યા સુધી પ્રદર્શીત રહેનાર છે.

આ કાર્યક્રમમાં ડાયેટનાં પ્રાચાર્ય સી. પી. ટુડીયા,ઙ્ગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ દેવાભાઇ સભાડ,વિજ્ઞાન સલાહકાર પિયુષભાઈ મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીરીશભાઇ સોલંકી, ભાજપ મહિલા.મોરચા પ્રમુખ ગીતાબેન રતનાભાઈ માલકિયાં, બીઆર સી દશરથભાઈ પટેલ સહિતનાએ ઉપસ્થિત રહી દરેકને પ્રોત્સાહન પુરૂ પાડેલ.

(1:16 pm IST)