Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ધોરાજીના ભુતવડ શિશુમંદિરમાં ફિટનેસ સેન્ટરનો મંત્રી રાદડીયાના હસ્તે પ્રારંભ

જિલ્લા રાસ ગરબા મહોત્સવમાં બાળકોઓએ કૌશલ્ય પ્રદર્શીત કર્યું

ધોરાજી,તા.૧૭: ધોરાજી ના ભૂતવડ સરસ્વતી શિશુ મંદિર ખાતે રૂ ૨૨.૫ લાખ ના ખર્ચે રમત ગમત અને યુવક સાસ્કૃતિક વિભાગ દ્વારા નિર્માણ પામેલ તાલુકા ફિટનેસ સેન્ટર પ્રજાજનો ને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા એ અર્પણ કર્યું અને જિલ્લા ગ્રામ્ય રાસ ગરબા મહોત્સવ હરીફાઈ નો શુભારંભ કરાવ્યો હતો..

આ પ્રસંગે  મંત્રી રાદડીયા એ જણાવ્યું હતું કે સરસ્વતી શિશુ મંદિર ખાતે રમત ગમત અને યુવક સાસ્કૃતિક વિભાગ દ્વારા તાલુકા કક્ષા નું ફિટનેસ સેન્ટર આ સંસ્થા માં નિર્માણ થયું છે તેનાથી ધોરાજી વિસ્તાર ના યુવાનો. વિદ્યાર્થી અને લોકો નેઙ્ગ આરોગ્ય જાળવણી માટે ખૂબજ ઉપયોગી પુરવાર થશે . અને ઉભરતા યુવા ખેલાડીઓને તેની ફિટનેસતા માટે કાયમી લાભ કતા રહેશે. આમ રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષા એ પણ આવા સેન્ટરો દ્વારા ફિટનેસતા અને આરોગ્ય જાળવણી માટે કટિબદ્ઘતા દાખવવામાં આવી રહી છે.

મંત્રી શ્રી એ વધુ માં જણાવ્યું હતું કે રાસ ગરબા મહોત્સવ હરીફાઈ યોજી યુવાનો માં રહેલ કૌશલ્ય બહાર આવે અને સંસ્કૃતિ ની જાળવણી થાય તે માટે આયોજન થતાં રહેતા હોય છે તેમાં યુવાનો એ ઉત્સાહ ભેર ભાગ લેવો જોઈએ.

ધોરાજી ના સરસ્વતી શીશુ મંદિર ખાતે નિર્મિત આ ફિટનેસ સેન્ટર નું સંચાલન આ સસ્થા જ કરશે અને તેનો લાભ વિદ્યાર્થી ઓ ને મળતો રહેશે .

આ ફિટનેસ સેન્ટર માં રાજય સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જીમ મશીનરી ના અનેક ઉપકરણો મૂકવામાં આવ્યા છે.

ફિટનેસ સેન્ટર લોકાર્પણ સાથે સાથે આયોજિત જિલ્લા ગ્રામ્ય રાસ ગરબા મહોત્સવ હરીફાઈમાં દેરડી કુંભાજી. વેજાગામ. ડુંમીયાણી. નવી મેંગણી. ભાયાવદર. ભૂતવડ. સહિત ની ટીમો એ અર્વાચીન. પ્રાચીન. અને રાસ.માં ભાગ લીધો હતો.

આ પ્રસંગેરણછોડભાઈ વદ્યાસીયા.શ્રી મુકતાબેન વઘાસીયા. વી. ડી.પટેલ. શ્રી હરકિશન માવાણી.  હિતેષ કોયણી .ધોરાજી પ્રાંત અધિકારી  જી.વી.મિયાંણી.. જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણા બેન પાડાવદરા. જિલ્લા યુવા વિકાસ અધિકારી  ડી. જે. વાધેલા. સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સર્વે નું સ્વાગત લોપાબેન વદ્યાસીયા. દ્વારા કરાયું હતુ.

(12:27 pm IST)