Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ભુજ નજીક રેલવે ફાટકના થાંભલામાં બાઇક ભટકાતા બે યુવાનોના મોત

ભુજ,તા.૧૭: કચ્છમાં સતત ત્રીજે દિવસે પણ માર્ગ અકસ્માતની રકતરંજીત પરિસ્થિતિ યથાવત રહી હોય તેમ વધુ બે યુવાનોએ પોતાની જિંદગી ખોઈ હતી. કુકમા ગામ પાસે મધરાતે પુરપાટ જતી બાઇક રેલવે ફાટકના થાંભલામા જોશભેર ભટકાતાં બાઇક ઉપર સવાર બન્ને યુવાનોને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા દિપક ધનજી ચારણ (ઉ.૨૩) અને મુન્નો ઉર્ફે સુરેશ જીવણ ચારણ (ઉ.૨૬) બન્ને પૈકી દિપક ચારણનું ઘટના સ્થળે જ  મોત નીપજયું હતું. જયારે અન્ય યુવાન મુન્ના ઉર્ફે સુરેશને ભુજ હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાંજ તેનું રસ્તામાં મોત નીપજયું હતું. ગાંધીધામના ગણેશનગરમાં રહેતા આ બન્ને યુવાનો ગાંધીધામથી ભુજ પુરપાટ ઝડપે બાઇક ઉપર આવી રહ્યા હતા ત્યારે હાઇવે ઉપર તેઓ ફાટકમાં ભટકાયા હતા, ફાટક પરના રેલવે કર્મચારીએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પધ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.એસ.જાલોરીએ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:18 pm IST)