Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ગારીયાધારમાં ૩ દુકાનો તૂટી તસ્કરોનો તરખાટ : તસ્કરો કેમેરામાં કેદ થયા

ગારીયાધાર, તા. ૧૭ : શહેરમાં હજુ બે દિવસ પહેલા શહેરના વાવ પ્લોટ વિસ્તારમાં ૧ લાખની ચોરીનો બનાવ તાજો છે તેવામાં ફરી શહેરમાં ત્રણ દુકાનોના તાળા તૂટતા સમગ્ર શહેરની તસ્કરોએ ઉંઘ હરામ કરી છે ત્યારે ગારીયાધાર પોલીસ કયારે ઉજાગરો તેવા પ્રશ્નો ઉભા થયા છે.

શહેરના નવાગામ રોડ પર ન્યુ શકિત મોબાઇલના તાળા તોડી મોબાઇલ, ચાર્જર અને રોડ રકમ ઉપડી જવા પામી છે તો પાલીતાણા રોડ પર કાપડના વેપારીને ત્યાંથી ડાયરોની ચોરી થવા પામી છે તો શહેરની મેઇન બજાર વિસ્તારમાં કટલેરીની દુકાનના તાળા તોડીને તસ્કરોએ ખેપ મચાવીને સમગ્ર શહેરમાં હાહાકાર મચાવ્યો છે.

જયારે આ ત્રણેય મામલે ગારીયાધાર પોલીસ મથક પર એકપણ ગુન્હો દાખલ થવા પામ્યો નથી જે નવીનતા લાગી રહી છે વળી, નાઇટ બંદોબસ્તમાં જીઆરડી, હોમગાર્ડ અને પોલીસ જવાનોની ડયુટી હોવા છતાં શહેરમાં રાત્રીના સમયે તસ્કરો ફાવી ગયા છે.

(12:16 pm IST)