Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જૂનાગઢ સીપીએમ દ્વારા ટ્રાફિકના નવા કાયદાના અમલીકરણ સામે વિરોધ :આવેદનપત્ર આપ્યું : જલદ આંદોલનની ચીમકી

જૂનાગઢ : આજથી નવા કાયદાના પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવા ટ્રાફિક કાયદામાં ભારે દંડની જોગવાઇનો ઠેર ઠેર વિરોધ થઇ રહયો છે સરકાર દ્વારા દંડ વસુંલાત થાય છે પરંતુ કાયદાના અમલમાં લોકોને સહકાર કે સુવિધા અપાતી નહિ હોવાનો રોષ લોકો ઠાલવી રહ્યાં છે ત્યારે જૂનાગઢ સીપીએમ  દ્વારા આ કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું

  . કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાના અમલીકરણ મામલે વિરોધ ઉઠ્યો છે. ત્યારે આજે જૂનાગઢમાં સીપીએમ દ્વારા આ નવા ટ્રાફિકના કાયદાનો વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી આપી હતી.

(9:30 pm IST)