Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બાકીદારને ચેક રીટર્ન થવાના કેસમાં ૧ વર્ષની સજા-દંડ ફટકાર્યો

ધારી નાગરિક શરાફી સહકારી મંડળીના

ધારી તા.૧૭: બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીની ધારી શાખામાંથી મંડળીનાં સભાસદ મહેશકુમાર કેશવલાલ માંડલીયા (વાણીયા સોની) લોન લઇ લોનની રકમ ભરતા ન હોય ઉઘરાણી કરતા ચેક આપેલ જે ચેક બેંકમાં ભરતા ચેક રીટર્ન થતા જનરલ એમ.ડી. નીતેશભાઇ ડોડીઆની સુચના મુજબ ધારી બ્રાન્ચનાં મેનેજર દીલીપભાઇએ મહેતા એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ નારંગની કોર્ટમાં ફરીયાદ કરતા ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ નાં ગુન્હા માટે તરસીર વાર ઠરાવી એક વર્ષની સજા અને ચેકની રકમ રૂ.૬,૦૩,૧૦૦નો દંડ ફટકારેલ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફરમાવેલ છે.

આ સજા ફટકારતા મંડળીના અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયેલ. આ કામે મંડળી વતી એડવોકેટ રવિકુમાર આર. વાળા રોકાયેલા હતા. બચાવ પક્ષે એડવોકેટ ઇમરાનભાઇ ગગનીયા રોકાયેલા હતા.

(2:05 pm IST)