Gujarati News

Gujarati News

લોન કન્‍સ્‍લટન્‍ટ કોઠારીના પોતાના નાણા ફસાયા'તા ને સામે લેણદારો ઉઘરાણી માટે દબાણ કરતા'તા રાજુ ઉર્ફ ચેતન ઉર્ફ આર. કે. પટેલ પાસેથી પાંચ વર્ષ પહેલા ૩૩ લાખ ૩ ટકે લીધા'તા તેના દર મહિને રૂા. ૯૮ હજાર ચુકવતા હતાં: તેણે ઓગષ્‍ટમાં ઉઘરાણી માટે સુધીરભાઇને ગાડીમાં બેસાડી માર મારી ધમકી આપી'તીઃ દૂકાનનો દસ્‍તાવેજ કરી આપવા પણ ધમકી આપતાં ગામ છોડવું પડયું હતું : આરડીસી બેંકના મહેશ ચાવડા પાસેથી ૪ લાખ લીધા'તા તેની સામે ૩.૬૦ લાખ ચુકવ્‍યા છતાં દૂકાનનો દસ્‍તાવેજ કરી દેવા ધમકી અપાતી હતી : કોટેચા ચોકના કૈરવી પાનવાળા કમલેશ લાલવાણીને ૧૪ લાખ આપ્‍યા'તા તે પૈસા પાછા નહોતો આપતોઃ સુધીરભાઇ ઉઘરાણી કરે તો સામી ધમકી આપતો'તો : અક્ષરવાડીના કિરણ છનીયારાને ૮ લાખ આપ્‍યા'તા તે પણ પૈસા ખાઇ ગયો હતોઃ તેણે સુધીરભાઇના દિકરાના નામની કાર લઇ આપી પરંતુ તેની લોન ન ભરી access_time 4:04 pm IST