Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મોરબી જિલ્લાના ૨૦ ગામના ખેડુતોએ ડેમી-૨ અને ડેમી ૩ માંથી સિંચાઇનું પાણી આપવાની માગણી

મોરબી, તા.૧૭: ૨૦ ગામના ખેડુતોએ ડેમી-૨ અને ડેમી ૩માં સિંચાઇનું પાણી આપવાની માંગણી સાથે ગુજરાત કિશન સંગઠને કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં નહીવત વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતોને ઉભા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ડેમી ૨ અને ડેમી ૩ ડેમાં સૌની યોજના દ્વારા સિંચાઈનું પાણી આપવાની માંગ ૨૦ ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાત કિશાન સંગઠનની આગેવાની હેઠળ આજે ૨૦ ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે જીલ્લા કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે સરકારની સૌની યોજનામાં લીંક ૧ માં સમાવેશ ડેમી ૨ અને ડેમી ૩ માં સૌની યોજનાનું પાણી મચ્છુ ૨ માંથી લીંક ૧ ડેમી ૨ અને ડેમી ૩ માં આપવામાં આવે તો ૨૦ ગામોને લાભ થશે ૨૦ ગામના ખેડૂતોના ઉભા પાક મુરઝાઈ જવાની સ્થિતિમાં છે ત્યારે મચ્છુ ૨ ડેમમાંથી સૌની યોજનામાંથી ડેમી ૨ અને ડેમી ૩ માં ૮૫૦ એમસીએફટી પાણી ઠાલવવા ખેડૂતોએ માંગ કારી છે તેમજ સરકારના નિયમોનુસાર ખેડૂતોને પાણીની જે રકમ ભરવાની થાય તે માટે બધા ગામના ખેડૂતો સહમત હોવાનું પણ જણાવ્યું છે.

(2:04 pm IST)