Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મોરબીના ગણેશ મહોત્સવમાં અન્નકુટ દર્શન - રાસ - ગરબાની રમઝટ

મોરબી : અંબિકા રોડ પર રહેતા વિનોદભાઈ ઠક્કર પરિવાર દ્વારા છ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ચાલુ વર્ષે ગણપતિ મહોત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગણપતિ મહારાજનેઙ્ગ ૫૬ ભોગ અન્નકૂટ ધરાયો હતો જે દર્શનનો ભકતોએ લાભ લીધો હતો. મોરબીના શનાળા રોડ પર આવેલ ગુ.હા. બોર્ડમાં આ વિસ્તારના મિત્ર મંડળ દ્વારા વાજતે ગાજતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.અને આ વિસ્તારના સમગ્ર રહીશો દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના કરીને દુધાળા દેવની આરાધના કરી રહયા છે. ત્યારે ગતરાત્રે આ ગણેશ મહોત્સવ મસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તાર ની મોટી સંખ્યામાં મહિલાઓ એ વિવિધ રાસો પર રાસ ગરબે રમીને ભકતી ભાવ પૂર્વક ગૌરીનંદન ની આરાધના કરી હતી.રાસ ગરબામાં પ્રથમથી તૃતીય ક્રમાંક મેળવનાર મહિલાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાઈ હતી.(તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(2:03 pm IST)