Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સરધાર પાસે ભૂપગઢનો સંજય ઉર્ફે કટીયો ચોરાઉ બાઈક સાથે પકડાયો

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રાવત તથા જોઈન્‍ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ જી.એન. વાઘેલા તથા જયેન્‍દ્રભાઈ દવે અને રૂપેશભાઈ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે પીએસઆઈ જી.એન. વાઘેલાને મળેલી બાતમીના આધારે સરધાર પાસેથી ભૂપગઢના સંજય ઉર્ફે કટીયો મનસુખભાઈ વાઘેલા (ઉ.વ. ૨૯)ને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં તેણે આ બાઈક ત્રંબાના બસ સ્‍ટેન્‍ડમાંથી ચોર્યાની કબુલાત આપી હતી

(2:13 pm IST)