Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

તળાજાનાં માખણીયા ગામનાં સરપંચ રૂા. ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા

સફાઇ કામનો કોન્‍ટ્રાકટ રાખનાર ઉપસરપંચ પાસે જ ચેકમાં સહી કરવા નાણા માંગતા ભાવનગર એસીબીની કાર્યવાહી

ભાવનગર તા. ૧૭ :.. તળાજાના માખણીયા ગામના સરપંચ વિરૂધ્‍ધ ભાવનગર એસીબી ટીમ સમક્ષ ઉપસરપંચએ ચેક આપવા માટે  દસ હજારની લાંચ માગ્‍યાની કરેલી ફરીયાદ ને લઇ આજે સાંજે એસીબી ટીમએ ગોઠવેલ છટકામાં સરપંચ ઝડપાઇ જતા તળાજા પોલીસ મથકે લાવી સરપંચ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચકચાર જગાવતા બનાવની ભાવનગર એસીબી ના પો.સ. ઝેઙ બી. ચૌહાણના જણાવ્‍યા પ્રમાણે તળાજાના માખણીયા ગામના ઉપસરપંચ પોપટભાઇ ભીમાભાઇ પરમારએ એસીબી સમક્ષ ગામના સાથી સરપંચ ધનાભાઇ ઉર્ફે ભગત મોહનભાઇ બેલડીયા એ ઉપસરપંચે ગામમાં સફાઇ કામનો કોન્‍ટ્રાકટ રાખેલ હોઇ તેના માટેના ૩૮૦૦૦ જમા થયેલ હતાં.

તે રકમ આપવા જણાવેલ. આપી સરપંચે ચેકમાં સહી કરવા માટે આપેલા દસ હજારની લાંચ માગી હતી.

ફરીયાદીની ફરીયાદના પગલે એસીબી ટીમના અરવિંદભાઇ વંકાણી, મહાવીરસિંહ ગોહીલ સહિતની ટીમે છટકૂ ગોઠવ્‍યુ હતું.

આ છટકામાં સરપંચ રૂો દસ હજારની લાંચ લેતા ઝડપાઇ જતા તળાજા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.સરપંચ લાંચ લેતા ઝડપાયાની વાતના મામલે સરપંચના સમર્થકો, કેટલાંક ગ્રામજનો સરપંચને ખોટી રીતે ફસાવવામાં આવ્‍યા છે તેવી વાત લઇને પોલીસ મથક ખાતે દોડી આવ્‍યા હતાં.

(12:50 pm IST)