Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સોમનાથ સમુદ્ર તટે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ કલીન અપ ડે ઉજવાયા

 પ્રભાસપાટણ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમુદ્ર તટે આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીન અપ ડેના અનુસંધાને સમુદ્ર કિનારા સફાઇ કાર્યક્રમ યોજાયો. ઇન્ડીયન કોસ્ટગાર્ડ વેરાવળ યુનિટ તથા સોમનાથ ટ્રસ્ટ, સી.આઇ.એફ.ટી.,સી.એમ.એફ.આર.આઇ. સોમનાથ મરીન તથા પ્રભાસ પાટણ પોલીસ હિત ૧પ૦થી વધુ જવાનો-અધિકારીઓએ આ સ્વચ્છતા ઝૂંબેશમાં ભાગ લીધો. કોસ્ટગાર્ડ સ્ટેશન કમાન્ડન્ટ નવીનકુમાર રમ્બા સહિત ૪૦ જવાનો, સોમનાથ મરીન પી.આઇ. રાઠોડ તથા પ્રભાસ-પાટણ પોલીસ ઇન્સ. વી.એમ. ખુમાણ સહિત પોલીસ સ્ટાફ તથા અધિકારીઓએ સમુદ્ર તટના કચરાને વીણી વીણી એકત્ર કરી સમુદ્ર તટ સ્વચ્છ કર્યો. સોમનાથ ટ્રસ્ટના અધિકારી ઉપેન્દ્ર કોદાળા, સાયન્ટીસ્ટ ડો. ટોમસ જોસેફ, પ્રભારી વૈજ્ઞાનિક સીઆઇએફટી રમ્યાબહેન , આશિષકુમાર સહિતે કિનારાને સ્વચ્છતા આપી સાથો સાથે કિનારે પર્યટકો-પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું તે પ્રસંગની તસ્વીર. (૮.૬)

(12:13 pm IST)