Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉનામાં કેન્સર નિદાન અને સારવાર કેમ્પમાં ૪પ થી વધુ દર્દીઓને લાભ

ઉના, તા. ૧૭:  સદ્વિચાર ટ્રસ્ટ ઉના ત્થા ઇમ્પેકટ અમદાવાદ તમાકુ અને કેન્સર વિરોધી સંસ્થા દ્વારા તથા અ.નિ. ધીરજલાલ શામજીભાઇ ગાંધીની સ્મૃતિ અર્થે ગં.સ્વ. ચંચળબેન ધીરજલાલ ગાંધી (મીરગામ) હાલ પે. દેબા. સહયોગ થી વિનામૂલ્યે કેન્સર નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો.

કેમ્પમાં અમદાવાદ સેલ્બી હોસ્પિટલનાં ડોકટર કિન્નાર શાહ, ડો. યશ શાહ, ડો. જ્ઞાનેન્દ્ર મિશ્રા તથા તેની ટીમ પધારી હતી. ઉનાની સંસ્થા વતી દેવશંકરભાઇ પુરોહિત મંગળદાસભાઇ ગાંધી, જીતુભાઇ શાહ, હરકિશનભાઇ સોનીએ સ્વાગત કર્યુ હતું.

ઉના શહેર તથા તાલુકાભરમાંથી ૪પ થી વધુ દર્દીઓ આવેલ તેને તપાસી સારવાર તથા માર્ગદર્શન આપ્યુ હતું. યુનિટ ટેસ્ટની વ્યવસ્થા ઉના આરોગ્ય વિભાગ તાલુકા કેમ્પ કેન્દ્ર દ્વારા જુદા જુદા ટેસ્ટ કરી આપેલ હતા.

આ કેમ્પમાં પધારેલ ડોકટરની ટીમ જણાવેલ કે સમાજમાં તમાકુ, ગુટકા, પાના મસાલાનું વ્યસન, ધ્રુમપાન ને કારણે ગુજરાત ને અને તમામ સૌરાષ્ટ્રમાં મોઢાનાં કેન્સરોનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે. પેસ્ટાસાાઇડ રાસાયણીક ખાતરો, દવાઓ જંતુનાશકનાં ઉપયોગથી પેટ ત્થા લીવર હાડકાનાં કેન્સરો વધી રહ્યા છે તે ચિંતાજનક છે. તેથી ઓર્ગેનીક ખોરાક, વ્યસનમુકિત ઉપર ખાસ ભાર મુકવા જણાવેલ હતું. અંતમાં તમામ ડોકટરોને તેમની સેવા બદલ આભાર વ્યકત કરી સ્મૃતિચિહન આપી સન્નાનીત કરાયા હતા કેમ્પના આયોજન માર્ગદર્શન આપેલ હરેશભાઇ જાદવનો પણ સંસ્થાએ આભારે માન્યો હતો. (૯.૧)

(12:07 pm IST)