Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ધોરાજીઃ તપોવન ગર્ભસંસ્‍કાર કેન્‍દ્રમાં પોષણ સપ્તાહ ઉજવાયું

ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી, ગાંધીનગર અને સ્‍વ. રતિલાલ વઘાસિયા સ્‍મારક ટ્રસ્‍ટ, ધોરાજી સંચાલિત તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર-ધોરાજી તેમજ એન.એસ.એસ. વિભાગ, સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ગત તા. ૧૨-૯-૧૮ના રોજ પોષણ સપ્તાહની ઉજવણી કરાઇ હતી.  આ કાર્યક્રમમાં નર્સિગ કોલેજ ભુતવડના પ્રિન્‍સીપાલ રાધાબહેન વિરમગામાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ નાટક વિદ્યાર્થીઓએ રજુ કર્યું હતું. આ નાટકમાં પુર્વ પ્‍લાનીંગનું પોષણ સગર્ભાવસ્‍થાનું પોષણ, પ્રસુતિ પછીનું પોષણ તથા નવજાત શિશુઓના પોષણ વિષયક વિવિધ બાબતોને આવરી લેવાઇ હતી. આ તકે સીડીપીઓ અને સુપરવાઇઝરે પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ. આ કાર્યક્રમમાં નર્સિગ કોલેજ ભુતવડના પ્રિન્‍સીપાલ, પ્રાધ્‍યાપકો, વિદ્યાર્થીઓ, સીડીપીઓ, સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર્તાઓ, સગર્ભા બહેનો તેમજ ટ્રસ્‍ટના મંત્રી રણછોડભાઇ વઘાસિયા, ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન તપોવન પ્રકલ્‍પ સંયોજક અલ્‍પાબહેન લાડાણીએ કયું  હતું. તે પ્રસંગની તસ્‍વીર.

(11:00 am IST)