Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ભાણવડમાં કોંગ્રેસે કરેલ તાલુકા પંચાયત કચેરીનું આજે ઉદઘાટન

ખંભાળીયા તા. ૧૭ :. ૧૦ાા  કરોડના ખર્ચે બનેલા જિલ્લા પોલીસ ભવનની નવી ઇમારતનું લોકાર્પણ કરવા આવતા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ખંભાળીયા માર્કેટીંગ યાર્ડથી ખંભાળીયા તથા ભાણવડની તાલુકા પંચાયતોના નવા બનેલા અદ્યતન બિલ્ડીંગોનું  પણ લોકાર્પણ કરશે.

તાલુકા પંચાયતનું અદ્યતન બિલ્ડીંગ તાત્કાલીન પંચાયત પ્રમુખ મશરીભાઇ નંદાણીયાના સમયમાં મંજૂર થયેલું તથા તેમણે આ ભવન ગામમાં જ બને તે માટે પ્રયાસો કયો હતા જેમાં પૂર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા તથા સાંસદ પુનમબેન સહાયરૂપ થયા હતાં.

ભાણવડ તાલુકા પંચાયત જે પહેલા ભાજપ પાસે હતી અને પછી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સભ્ય વધતા કબજે કોંગ્રેસે લીધેલી. તેમણે ભાણવડ તાલુકા પંચાયતનું નવુ બીલ્ડીંગ કોઇ મંજૂરી પ્રક્રિયા વગર લોકાર્પણ કરી નાખેલું તેનું પણ વિધિવત ઉદઘાટન લોકાર્પણ મુખ્યમંત્રી કરશે.

(1:18 pm IST)