Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

વાંકાનેરના માટેલમાં જુગાર રમતા ૭ ઝડપાયા

મહેશ, બીજલ, વજો, વાલજી, રાહુલ, પ્રકાશ અને સંજયની ધરપકડ

વાંકાનેર, તા. ૧૭ : વાંકાનેરના માટેલમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ખાતે જુગાર અંગેની બાતમીના આધારે તાલુકા પીએસઆઇ બી.ટી. પરમારએ પોતાના સ્ટાફ સાથે જુગાર અંગેની રેડ કરતા રૂપિયા પાસઠ હજાર નવસો દસ તથા મોબાઇલ નંગ-પ સાથે જુગાર રમતા મહેશ જેરામ ગોંડલીયા, બીજલ ભીમા જેણુજીયા, વજા વાલજી વીજવાડીયા, રાણા વાલજી કાનજીભાઇ, રાહુલ બેચર ધીણોજીયા, પ્રકાશ સીધા ધીણોજીયા અને સંજય ભુદર જવટીયાને મુદામાલ સાથે પકડી આગળની તપાસ એચ.સી. વીજયભાઇ ચલાવી રહ્યા છે.

(12:03 pm IST)