Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ઉપલેટા અનેકોલકીમાં જુગારના અખાડા પર પોલીસ ત્રાટકીઃ ૧ર શખ્સો પકડાયા

રાજકોટ, તા., ૧૭: ઉપલેટા પોલીસે ઉપલેટા દ્વારકાધીશ સોસાયટી અને કોલકીમાં જુગારના અખાડા પર રેઇડ કરી જુગાર રમતા ૧ર શખ્સોને ઝડપી લીધા હતા.

ઉપલેટા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પીઆઇ વી.એમ.લગારીયા સ્ટાફના પો.હેડ કોન્સ. ભાવેશભાઇ બોરીચા, પો.કોન્સ. મહેન્દ્રભાઇ ધાંધલ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ઉપલેટા દ્વારકાધીશ સોસાયટીમાં અનિલ ધનવાણીના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા (૧) અનીલ મોહન ધનવાણી (ર) સમીર વલલભાઇ લાઠીગરા (૩) સચીન મનસુખભાઇ માંડલીયા (૪) યોગેશ બીપીનભાઇ માંડલીયા (પ) રાજેન્દ્ર સિંહ કલુભા ચુડાસમા તથા (૬) દિનેશ યુધિષ્ઠીરભાઇ પાત્રો રોકડા રૂપીયા ર૦૮૧૦ મોબાઇલ નંગ૩ કી. રૂ. ર૧૦૦૦ તથા મો.સા. ર કી. રૂ. ૭૦૦૦૦ં મળી કુલ ૧૧૧૮૧૦ના મુદામાલ સાથે જુ.ધા.કલમ ૪-પ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ ઉપલેટા પોલીસે કોલકી ગામે ગૌશાળા પ્લોટમાં હરેશભાઇ લાધાભાઇ કનેરીયાના રહેણાંક મકાને રેઇડ કરી જૂગર રમતા હરેશ લાધાભાઇ કનેરીયા, કાંતી મુળજીભાઇ ગોધાણી, ઉ.૬૪, હરીલાલ નાનજીભાઇ ગોધાણી, રવજીભાઇ ભેસદળીયા, કીશોર લલીતભાઇ વડાલીયા તથા લખમણ ગોરધનભાઇ જેતાણી રહે. તમામ ગૌશાળા પ્લોટ, કોલકીને રોકડા રૂ. ૧૧,૧પ૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:03 pm IST)