Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ભાવનગરમાં સ્વાતંત્રય પર્વ પ્રસંગે ધ્વજવંદન કરતા જિલ્લા કલેકટર

ભાવેણાની બાલયોગીની રૂપા ત્રિવેદીનું સન્માન

ભાવનગર તા.૧૭:ભાવનગર જિલ્લા કલેકટરશ્રી તથા વહીવટી તંત્ર દ્વારા દેશ ના ૭૩ માં આઝાદી પર્વ ની મુખ્ય ઉજવણી ,શામ પરા સીદસર ખાતે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમ માં રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભાઓ નું સન્માન કરવામાં આવેલ,તે સન્માન માં સૌ પ્રથમ એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપ,ઢાકા,બાંગ્લાદેશ ખાતે સૌથી નાની માત્ર ૯ વર્ષ ની ઉંમરે ભારત નું પ્રતિનિધિત્વ કરનાર ,દક્ષિણામૂર્તિ,ગિજુભાઈ કુમાર મંદિર ની ધો-૪ ની વિદ્યાર્થીની ઋચા ઓમભાઈ ત્રિવેદી ને આ સમારોહ ના મુખ્ય મહેમાન અને રાજય ના કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનીે  વરદ હસ્તે સન્માન કરી આશીર્વાદ પાઠવ્યા. 

જિલ્લા ભા.જ.પા અધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા, સંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ,ધરાસભ્યશ્રીઓ તથા જિલ્લા કલેકટરશ્રી પટેલ સાહેબ સહિત ના મહાનુભાવો એ પણ ઋચા ને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવેલ હતી.

(11:37 am IST)