Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

હળવદના અજીતગઢ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકલેતીહળવદ પોલીસ :એક ઝડપાયો

હળવદ, તા.૧૭:તાલુકા ના અજીતગઢ ગામે માતાજીના જુદા-જુદા ત્રણ મઢમાં સોના ચાંદીના દાગીના ની ચોરી કરી જનાર શખ્સને હળવદ પોલીસે તાલુકાના મિયાણી ગામેથી ઝડપી લઇ આરોપી એ અન્ય કેટલી ચોરીને અંજામ આપ્યો છે તે માટે કોર્ટમાં રજુકરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

હળવદ પંથકમાં છેલ્લા પાંચ દિવસમાં ઉપરાછાપરી ચોરીના બે બનાવો બનવા પામતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી પંથકમાં બનેલા ચોરીના બનાવોને પગલે હળવદ પી.આઈ એમ.આર સોલંકી દ્વારા જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા તપાસ આદરી હતી ત્યારે આજે પી.એસ.આઇ.પી.જી પનારા,બીપીનભાઈ પરમાર, વિપુલભાઈ નાયક,કમલેશભાઈ પ્રજાપતિ,મુમાભાઈ રબારી સહિતનાઓ એ તાલુકાના અજીતગઢ ગામે આવેલ માતાજી ના જુદા જુદા ત્રણ મઢમાં હાથફેરો કરી જનાર શખ્સને ઝડપી પાડવામાં સફળતા સાપડી હતી

પોલીસ દ્વારા હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા ગાંડુભાઈ લાભુભાઈ કોળી નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરાતા આરોપી પોલીસની સામે પોપટની જેમ અજીતગઢ ગામના જુદા-જુદા ત્રણ મઢમાં ચોરી કરી હોવાની કબૂલી હતી જેથી પોલીસ દ્વારા આરોપી એ હજુ કયાં કયાં સોરી ના બનાવને અંજામ આપ્યો છે તેમજ ચોરીનો માલ કયાં વહેંચતો હતો સાથે આ ચોરીમાં હજુ કોણ-કોણ સંડોવાયેલા છે તેમ સહિતની તપાસ માટે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(11:36 am IST)