Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

માળિયાહાટીનામાં રવિવારે છપ્પનભોગ બડા મનોરથ

મોટી હેલીમાં સૌપ્રથમ વખત ધર્મોત્સવ, વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ

ધર્મોત્સવ પૂર્વે તાત્કાલિક ધોરણે તૈયાર કરાયેલો મુખ્ય પ્રવેશ દ્વારા તસ્વીરમાં દર્શાય છે.

માળીયા હાટીના,તા.૧૭: અહીંયા મોટી હવેલીમાં સૌ પ્રથમ વખત જ રવિવારે છપ્પનભોગ બડા મનોરથ યોજાઈ રહયો હોવાથી વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ- ઉમંગ પ્રસરી રહ્યો છે. ધર્મલાભ લેવા સૌ અધીરા બન્યા છે.

માળીયા હાટીનામા મોટી હવેલીમાં ગાદીપતિ પૂ.શ્રી નવનીત લાલજી મહારાજ તથા અંજનરાઈજી મહારાજના માર્ગદર્શન મુજબ પ્રથમ જ વખત છપ્પનભોગ બડા મનોરથનું આયોજન તા.૨૦મીએ ધામેધુમે થવાનું છે.

છેલ્લા ૧૨ થી ૧૫ દિવસથી વૈષ્ણવ ભાઈઓ- બહેનો તડામાર તૈયારીઓ કરે છે. સમગ્ર શહેરના રાજ માર્ગોને ધજા પતાકાથી શણગારી દેવાયા છે.

કહેવાય છે કે મોટી હવેલી ખાતે એક મોટો ગેઈટ (પ્રવેશ દ્વાર) બનાવેલ છે. આ પ્રવેશ દ્વાર માત્ર એક જ રાતમાં નવેસરથી જ ઊભો કરી દેવાયો. હવેલીનો જુનો પ્રવેશ દ્વાર  સાવ નાનો હતો એટલે મેઈન રોડ ઉપર દુકાન તોળીને ત્રણ ટ્રેકટર બેલા ખડકીને માત્ર ૧૦ કલાકમાં જ પ્રવેશ દ્વાર બનાવી દેવાયો છે.

(12:47 pm IST)