Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કચ્છમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર કચેરીના ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.

    જેમાં મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લા તેમજ ભુજ, અંજાર, ગાંધીધામ સહિત જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના  ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ  હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી  વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.   

    આ બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા,ધારાસભ્ય સર્વેશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા,મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, રેન્જ આઇજીશ્રી જે.આર. મોથલીયા,  જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, ભાજપના જિલ્લા પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનક માઢક, સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

(4:34 pm IST)
  • પોરબંદર માણેક ચોક શ્રીનાથજી હવેલીમાં કાલે તા. ૧૮ થી તમામ દર્શન ભીતર (અંદર)માં થશે : મનોરથ લેવામાં નહીં આવે : શ્રીનાથજી હવેલીની યાદી access_time 9:18 pm IST

  • બપોરે ૧:૩૪ સુધીમાં પ.બંગાળમાં ૫૪.૬૭% મતદાન થઈ ચૂકયુ છે access_time 2:05 pm IST

  • સોનુને કોરોના વળગ્યો : જાણીતા એકટર અને કોરોનામાં પરપ્રાંતીય શ્રમિકોની વહારે આવનાર સોનું સુદને કોરોના પોઝીટીવ આવ્યો છે : તે સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છે access_time 2:04 pm IST