Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જુનાગઢના યુવાનને મૂર્ખ બનાવી બે મહિલાએ રૂ.૧.૩૮ લાખ લઇ લીધાઃ

 જુનાગઢ તા. ૧૭ : યુવાનને મૂર્ખ બનાવી બે મહિલાએ તેની પાસેથી રૂ.૧.૩પ લાખ પચાવી પાડયા હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા પરેશ કૈલાભાઇ અપારનાથી ઉ.૩પ) નામના બાવાજી યુવનને જાતેસ્કોટ નામની કથિત વિદેશી પેઢીની ઓળખ આપને બે અજાણી મહિલાએ ફ્રેન્ડશીપ કરીને વ્હોટસસેપ પર વાતો કરી વિશ્વાસમાં લીધેલ.

દરમ્યાનમાંં ગત તા.૧૪ જાન્યુઆરીના રોજ મહિલા પરેશ અપારનાથીને ફોન કરીને જણાવેલ કે અમે ઇન્ડિયા આવેલ છીએ તેથી કસ્ટમ ડયુટી કલીયરન્સ વિગેરે માટે નાણાથી જરૂર હોય જેથી નાણા બેંક ખાતામાં જમા કરાવવાનૂં કહ્યું હતું.

યુવાને મહિલાના અલગ અલગ બેંક ખાતામાં રૂ.૧.૩૮ લાખ જમા કરાવેલ જે પૈસા પરત નહિ મળતા પોલીસે ફરીયાદ થઇ છે.

(3:53 pm IST)