Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

દીકરીઓ તમારો બાપ જીવે છે, મોરારીબાપુ તમારૂ કન્યાદાન કરશે

અયોધ્યામાં ગણિકાઓના ઉત્થાન માટે ૭ કરોડનું ફંડ એકત્રીતઃ તલગાજરડા ખાતે અર્પણ વિધીઃ પૂ. બાપુએ કહયું મારા માટે વિશ્વની દરેક કન્યા, સત્ય, માતા પ્રેમ અને કરૂણા છે

ઇશ્વરીયા તા.૧૭: મારા માટે વિશ્વની પ્રત્યેક કન્યા સત્ય, માતા પ્રેમ અને વૃદ્ધા એ કરૂણા છે. શ્રી મોરારીબાપુએ આ શબ્દો ખુબજ સંવેદનશીલ બનીને ગણિકાઓના કલ્યાણ માટે એકત્ર થયેલ ભંડોળની તલગાજરડા ખાતે અર્પણવિધી કરતા જણાવ્યું હતું.

અયોધ્યામાં શ્રી મોરારીબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા ''માનસ ગણિકા'' દરમિયાન પોતાનાથી શરૂ થયેલ ભંડોળમાં સુધીમાં ૬ કરોડ, ૯૨ લાખ, ૬૮ હજાર, છસ્સો પંચાણું રૂપિયા પૈકીની મોટાભાગની રાશિની અર્પણવિધી ચિત્રકુટધામ-તલગાજરડા ખાતે કરવામાં આવી હતી, જે ગણિકાઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓના વડાઓએ સ્વિકારી હતી, જેમાં રાજકોટ, વડોદરા, દિલ્હી, બારડોલી, અમદાવાદ, મુંબઇ તથા કોલકત્તાનો સમાવેશ થાય છે.

શ્રી મોરારીબાપુએ નાનકડા ઉપક્રમમાં આવડી મોટી રકમ અર્પણ કરી હતી ત્યારે લાગણી સભર ભિની આંખો સાથે ઉદ્દબોધન કરતાં કહયું કે હું કોઇ ધર્માચાર્ય નથી જ, એક વિચરણ ચાલતું રહે તે કામના રહેલી છે. આ ભંડોળની અર્પણ વિધી કર્યા બાદ આ ઉપક્રમ હવે પુરો થશે, નવું લાવીશ તો તે કરીશું સમાજ માટે અનુરોધ કર્યો કે ધર્મથી અર્થથી કામથી કે મૂકિતથી જે જોડાયેલ છે, તે વંચિતો માટે ુપુછો કે શું મુસીબત છે? તેમણે કોઇ બાપની બેટી અને પ્રત્યેક કન્યા મારા માટે સત્ય છે. મારા માટે વિશ્વની પ્રત્યેક કન્યા સત્ય, માતા એ પ્રેમ અને વૃદ્ધાએ કરૂણા છે. મારા માટે કુંભ સ્નાન પણ આ ઉપક્રમ જ છે.

કેટલાકં લેખકો, પત્રકારો, દાતાઓ અને ગણિકાઓ તથા સ્વયંસેવી સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સંવેદનભર્યા કાર્યક્રમમાં શ્રી મોરારીબાપુએ તેમના ઉદ્દબોધન શબ્દો ખુબ જ સંવેદનશીલ બની કહયા ત્યારે તેમની અને ઉપસ્થિત પેકી મોટાભાગનાની આંખો ભિની થઇ ગઇ હતી.શ્રી મોરારીબાપુએ સ્વયંસેવી સંસ્થાઓને અનુરોધ કર્યો કે આ ભંડોળ ગણિકાઓ અને તેના બાળકો પરિવારના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે થાય.

દેખાવમાં નાના પરંતુ વૈશ્વિક સંદેશો આપતા આ ઉપક્રમના સંચાલનમાં શ્રી હરિચંદ્રભાઇ જોષીએ જણાવ્યું કે શ્રી બાપુએ આ કથા અને અયાોજન એટલા માટે કર્યું કે જેની ઉપેક્ષા થઇ છે તેટલો જ સ્વિકાર અને સદ્દભાવ થાય.અહિયા શ્રી નગીનદાસ સંઘવી, શ્રી કાઝલ ઓઝા વૈદ્ય, શ્રી ભદ્રાયુ વચ્છરાજાની, શ્રી સૌરભ શાહ, શ્રી માધવ રામાનુજ, શ્રી જયવસાવડા, વગેરેની ખાસ ઉપસ્થિત રહી હતી.કાર્યક્રમના પ્રારંભે ગણિકા પરિવાર દ્વારા જ પ્રાર્થના ગાન થયેલ. એક ગણિકાબેન દ્વારા જ અહિં બનાવાયેલ ચા શ્રી બાપુએ પીધી હતી.(૧.૬)

 

(12:25 pm IST)