Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

બગસરામાં સફાઇ વેરાનો વિરોધઃ કલેકટરને રજૂઆત

નગરપાલિકાની સામાન્ય સભામાં રહેણાંકના રૂ.૨૦૦ તથા કોર્મશીયલ રૂ.૪૦૦ સફાઇ વેરો મુકાયો

બગસરા, તા.૧૭: બગસરા નગરપાલિકા દ્વારા ગત સામાન્ય સભામાં સફાઇ વેરો દાખલ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં રહેણાંક તથા દુકાન માટે અલગ-અલગ સફાઇ વેરો દાખલ કરવામાં આવ્યો હતો જેને હાલની તકે અટકાવવા માટે લોકો દ્વારા વાંધા અરજી આપવામાં આવી આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ  બગસરા નગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં બગસરા પાલિકાના સદસ્ય દ્વારા સફાઇ વેરો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં દ્યર દીઠ રૂપિયા ૨૦૦ તથા દુકાન દીઠ ૪૦૦ નક્કી કરવામાં આવ્યો છે.  હાલની દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ અને શહેરમાં રહેલી બેકારી ને ધ્યાને લઈને બગસરા શહેરના વયોવૃધ્ધ અને આર.ટી.આઇ.એકિટવિસ્ટ કાળુભાઈ ભીમાભાઇ સરવૈયા દ્વારા શહેરના નિલેશભાઈ એસ. દેશાણી ,મનસુખભાઈ સાદરાણી, અરવિંદભાઈ ભરખડા, દિલીપભાઈ શુકલ, કમલેશભાઈ નકુમ,દીપકભાઈ વ્યાસ, અશોકભાઈ ગોહિલ,નરેન્દ્રભાઈ દીક્ષિત ,લલિત ભાઈ મકવાણા, દિપક ખોરાસિયા, સહિતના અનેક લોકો દ્વારા સહી ઝુંબેશ ચલાવી જિલ્લા કલેકટર અમરેલી તથા પ્રાંત અધિકારી ધારી સહિત બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ અસહ્ય વેરો લાગુ કરવા વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી. વેરા વધારા વિરુદ્ઘ લોકોની અરજીને ધ્યાને લઇ પાલિકા હવે વેરા વધારો લાગુ કરશે કે કેમ તે જોવાનું રહેશે.(૨૨.૭)

 

(12:22 pm IST)