Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઉપલેટાની ગીર ખૂંટી સ્પર્ધામાં અસલ ગીર ગાય હીરલ અને ગોપી પ્રથમ સ્થાને વિજેતા

Alternative text - include a link to the PDF!

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પોરબંદર રોડ બાયપાસ ચોકડી પાસે આવેલ મારુતિ ઈન્ડસ્ટ્રીઝ સામેના મેદાનમાં ઉપલેટા માધવ યુવા ગ્રુપ તથા ઉપલેટા નગરપાલિકાના સહયોગથી તાજેતરમાં સમગ્ર ગુજરાતની અસલ ગીરગાય તથા ગીર ખુંટની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસલ ગીર ગાયમાં પ્રથમ નંબરે બે વિજેતાઓ રહ્યા હતા. જેમાં પ્રથમ નંબરે બાબુભાઈ ઓડેદરાની હિરલ તથા દેવાભાઈ કનારાની ગોપી વિજેતા થયા હતા. દ્વિતિય નંબરે નરેશ પાનેરાની તુલસી તથા તૃતિય નંબરે કલ્પેશભાઈ પટેલની મીરા વિજેતા થયા હતા. જયારે ગીર ખૂંટમાં પ્રથમ નંબરે રામભાઈ સિસોદિયાનો નંદ વિજેતા થયેલ. દ્વિતીય નંબરે બે વિજેતાઓમાં રામભાઈ સિસોદિયાના અર્જુન તથા માધવ ગૌશાળા-મઘરવાડા ગામનો મેલોગોરો વિજેતા થયેલ, જયારે તૃતિય નંબરે નંદકિશોર ગૌશાળા મોળદર ગામનો ક્રિષ્ના વિજેતા થયેલ. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ વિજેતાને ૧૧,૦૦૦ દ્વિતીય નંબરને ૭,૦૦૦ તૃતિય નંબરને ૫,૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવેલ હતું. તમામ વિજેતાઓને જળ ક્રાંતિ ના પ્રણેતા અને પ્રમુખ એવા મનસુખભાઈ સુવાગિયા તથા આયોજક શ્રીઓ માધવ યુવા ગ્રુપ તથા નગરપાલિકા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજની સ્પર્ધાને આશરે સાડા પાંચથી છ હજાર જેટલી જનતાએ માણી હતી. તસ્વીરમાં સ્પર્ધકોને ઇનામ વિતરણ થઇ રહેલું દર્શાય છે. (તસ્વીર - અહેવાલ : નિમેષ ચોટાઇ, ઉપલેટા)

 

(12:21 pm IST)