Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઉપલેટા પંથકમાં દારૂની રેલમછેલઃ ૫૪ હજારની ૧૮૨૭ બોટલ ઝડપાઇ

નાગવદરની નદીનાં કાંઠેથી ૧૨૯૫ નંગ અને ગધેથડ વેણુ નદી પુલ પાસે ઇકો કારમાંથી ૫૩૨ બોટલ ઝડપાઇઃ ૮૫ હજારનો મુદ્દામાલ જપ્તઃ ર બુટલેગર ફરાર અને ૧ની અટકાયત

ઉપલેટા તા. ૧૭:તાલુકામાં જાણે દારૂની રેલમછેલ થતી હોય તેમ એકજ દિવસમાં ૫૪ હજારની કિંમતનો ૧૮૨૭ બોટલ ઈંગ્લીશ દારૂ તથા ઇકો કાર સહિત કુલ ૮૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ૧ આરોપીની અટક કરાઇ હતી

ઉપલેટા તાલુકાના નાગવદર ગામ પાસેથી નદીના કાંઠે ઇંગ્લીશ દારૂની હેરફેર થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરતા ઇંંગ્લીશ દારૂની બોટલ ૧૨૯૫ નંગ રૂપિયા ૩૮૮૫૦૦/- નો મુદ્દામાલ ઝપ્ત કરેલ હતો. આ કેસના બે આરોપી જગદીશભાઇ મેરામણભાઇ પપાણીયા રહે. નાગવદર રાજેન્દ્રસિંહ અનોપસિંહ વાળા રહે. ગધેથડ બંને આરોપીના નામ ખુલવા પામેલ છે. અને બંને આરોપી ફરાર થઇ ગયા હોવાનંુ ઉપલેટા પોલીસ સુત્રોએ જણાવેલ છે.

જયારે ઉપલેટાના ગધેથડ ગામના પાટીયા પાસે વેણુ નદીના પુલ પાસેથી ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂની ૫૩૨ બોટલ કિંમત રૂપિયા ૧૫૯૬૦૦/- મોબાઇલ ફોન-૧ ઇકો કાર-૧ મળી કુલ રૂપિયા ૪૬૪૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આર.આર. સેલ રાજકોટની ટીમે રેઇડ કરી આરોપી હરપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા રહે. ચોરડી તા. ગોંડલવાળાને ધોરણસર અટક કરી  સદર માલ ભરી આપનાર રાભા વાળા રહે.ગધેથડ તથા ઇકો ગાડી ભરવા માટે મોકલનાર જયપાલસિંહ ચુડાસમા રહે. જામનગર વાળા તમામ વિરૂદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરવામાં આવેલ છે. વધુ તપાસ પી.એસ.આઇ. એસ.એમ. ધાંધલ સાહેબ ચલાવી રહયા છે.

 

(11:45 am IST)