Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઝૂંપડપટીમાં રહેતા પરીવારોના પાકા મકાન માટે કેન્દ્ર અને રાજય સરકાર મક્કમ -બાવકુભાઇ ઉંઘાડ

ર૦રર સુધીમાં દરેક માટે શહેરી કક્ષાએ લક્ષ્યાંક પુર્ણ થવા આશા લાભાર્થીના ખાતામાં નાણા જમા થશે

 બાબરા તા. ૧૭ :.. રાજય અને કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળ ચાલતી સરકાર દ્વારા આગામી ર૦રર સુધીમાં શહેરી કક્ષાએ ઝૂંપડપટ્ટીમાં પોતાની જમીનમાં ઝૂંપડુ બાંધી અથવા તો માલીકીનો ખુલ્લો પ્લોટ અને જર્જરીત થયેલા મકાનમાં રહેનારા પરીવારો માટે પ્રધાન મંત્રી આવાસ યોજના હાઉસીંગ ફોર ઓલ અંતર્ગત આઝાદીના ૭પ વર્ષ પુરા થવા સુધીમાં સૌના માટે પાકા મકાન અંગે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

પુર્વ કેબીનેટ મંત્રીશ્રી બાવકુભાઇ ઉંઘાડના જણાવ્યા મુજબ પ્રધાન મંત્રી આવાસ યોજના થકી શહેરી વિસ્તારોમાં ઝૂંપડપટી સ્લમ મુકત બને તેવા ઉદેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ૧.પ૦ લાખ અને રાજય સરકાર દ્વારા ર લાખ આમ કુલ ૩.પ૦ લાખની સહાય અલગ અલગ છ તબકકાવાર લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે.

સહાય મેળવવા માટેની પાત્રતા ભારતમાં કોઇપણ જગ્યાએ પાકુ મકાન ના હોવુ જોઇએ, વાર્ષિક આવક ૩ લાખથી વધારે ના હોવી જોઇએ જમીન પોતાની માલીકીની હોવી જોઇએ.

જમીન માલીકીના પુરાવા દસ્તાવેજ, સનંદ, પ્રોપર્ટી કાર્ડનો ઉતારો ગામ નમુના નં. ર અને ૮-અ વાર્ષીક આવક અંગે મામલતદાર શ્રીનો દાખલો રૂ. ર૦ ના સ્ટેમ્પ ઉપર ભારતભરમાં કોઇ જગ્યાએ પોતાની માલીકીનું મકાન નથી તેવુ નોટરાઇઝડ સોગંદનામુ ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડની નકલ કુટુંબના સભ્યોના આધાર કાર્ડ બેંક ખાતા પાસબુક અરજદારના ફોટોગ્રાફ સાથે સ્થાનીક નગરપાલીકાનો સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યું છે. (પ-૧૭)

(11:38 am IST)