Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઉનાના ગરાળમાં ૩૫ લાખની ખનીજ ચોરી

ઉના તા ૧૭ : તાલુકાના ગરાળગામે ગેરકાયદેસર પથથરની ખાણનું ખનનની બાતમી મળતા ઉના પોલીસઅધિારી તેમજ જમાદાર યુવરાજસિંહ ગોહિલ તથા પોલીસ સ્ટાફે ગરાળ ગામમાં આવેલ સર્વે નં. પૈકી ર ની ખાનગી માલીકીની જમીનમાં દરોડા પાડી અને બિલ્ડિંગલાઇમ સ્ટોન જથથો ૮૨૩૭.૨૯ મેટ્રીક  ટન કિંમત પ્રતિ મેટ્રીક ટન  રૂા ૪૦૦ લેખે  કુલ  કિંમત રૂા ૩૨ લાખ ચોરાણું હજાર નવસો સોળ (૩૨,૯૪,૯૧૬.૨)  ની અનીજ ચોરી પકડી પાડી હતી.

આરોપીઓ   દિલીપસિંહ મંગુભા રાઠોડ તેમજ  જટુભા મંગુંભા રાઠોડ, રહેવાસી ગરાળવાળા ના કબજામાંથી જયાં પથથરની ખાણ ચાલતી હતી ત્યાંથી બે ચકરડી  કિંમત રૂા ૨ લાખ, તથા પથ્થરના ફેરા કરવામાં  ઉપયોગમાં લીધેલ ટ્રેકટરની ટ્રોલી રૂા ૨ લાખ મળી કુલ રૂા ૩૫,૯૪,૯૧૬.૨/-  નો  કુલ મુદામાલ કબજે કરી બંને આરોપીઓ સામે ખનીજ ચોરી અને ગે. કાયદેસર બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ખનન કરતા હોવાથી બંને સામે ઉના પાોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

(11:35 am IST)